ગૌ માંસ સાથે પકડાયો હતો આરોપી
આરોપીએ લોકઅપમાં ચાદર વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
પ્રાથમિક ધોરણે પોલીસે અકસ્માતી મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
WatchGujarat. ગોધરા શહેરમાં આવેલા બી ડિવિઝન પોલીસ મથકમાં ગૌ માંસ સાથે પકડાયેલા એક આરોપીએ લોકઅપની અંદર જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. આ મામલે ગોધરાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સાથે જ બનાવની જાણ મૃતકના પરિવારજનો અને નજીકના રહેવાસીઓને તથા તેઓ પણ પોલીસ મથકની બહાર ઉમટી પડ્યા હતા. પ્રાથમિક ધોરણે પોલીસે બનાવ અંગે અકસ્માતી મોતની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરા શહેરમાં આવેલા બી ડિવિઝન પોલીસ મથકના લોકઅપમાં ગૌ માંસ સાથે પકડાયેલા આરોપીને રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તેને લોકઅપની અંદર ચાદર વડે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. જેથી ગોધરાના સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. બનાવ વિશે તેજીથી વહી રહેલી માહિતીએ શહેરમાં ચકચાર મચાવી હતી. જેથી આ બનાવની જાણ થોડી જ ક્ષણમાં મૃતકના પરિવારને થઇ ગઈ હતી.
બનાવ અંગેની જાણ મૃતકના પરિવારને અને નજીકના રહીશોને તથા પોલીસ મથકની બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. દરમિયાન જિલ્લા પોલીસ વડા લીના પાટીલને બનાવની જાણ થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આમ પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. જો કે બનાવના પગલે પ્રાથમિક ધોરણે પોલીસે અકસ્માતી મોત નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે જિલ્લા પોલીસ વડા લીના પાટીલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગોધરા ટાઉન બી ડિવિઝન ખાતે આરોપીએ ગત રાતીએ કસ્ટડીમાં સ્યુસાઇડ કર્યું છે. જે અંગે હાલ કાયદેસરની કાર્યવાહી કરવાની કવાયત શરુ થઇ ગઈ છે. પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં આરોપીએ સ્પષ્ટ પણે આરોપીએ સ્યુસાઇડ કર્યું હોવાનું જણાઈ આવેલ છે. અને આ મામલે અકસ્માતી મોતનો ગુનો નોંધી આગળની તાપસ ચાલી રહી છે.