• કોરોના બાદ સાઇકલનો ક્રેઝ વધ્યો,44 કિમીનો નવો ટ્રેક બનાવાશે
  • ટૂંક સમયમાં નવા માર્ગો પર સાઇકલ ટ્રેક વિકસાવવામાં આવશે
  • 10.5 કિલોમીટર લંબાઇના રૂટ પર સાઇકલ ટ્રેક વિકસાવવામાં આવશે

 WatchGujarat.કોરોનાના બે વર્ષ દરમિયાન શહેરીજનોને ફિટનેસની કિંમત સમજાઇ છે. ફિટ રહેવા માટે લોકો સાઇકલ તરફ વળ્યા છે. સાઇકલિંગ માટે લોકોનો ક્રેઝ વધતા પાલિકાએ 44 કિલોમીટર લંબાઇમાં નવા સાઇકલ ટ્રેક તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં નવા માર્ગો પર સાઇકલ ટ્રેક વિકસાવવામાં આવશે.

મિડીયા રિપોર્ટ મુજબ પાલિકાએ શહેરમાં સાઇકલિંગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવાનો નિર્ણય લીધો છે. શહેરમાં સમયાંતરે સાઇકલિંગ ઇવેન્ટ સહિતની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. સુરત ડુમસ રોડ સહિતના હયાત સાઇકલ ટ્રેક પર લોકોનો ધસારો જોતા પાલિકાએ શહેરમાં સાઇકલિંગ માટે નવા ટ્રેક તૈયાર કરવાનું આયોજન હાથ ધર્યુ છે. ઉધના ઝોનમાં સિદ્ધાર્થનગર રેલવે ઓવર બ્રીજથી ભીમરાડ ખાડી બ્રિજ સુધીના 10.5 કિલોમીટર લંબાઇના રૂટ પર સાઇકલ ટ્રેક વિકસાવવામાં આવશે. આ રૂટને સીસી રોડમાં ફેરવવાની કામગીરીની સાથે સાઇકલ ટ્રેકની કામગીરી કરવામાં આવશે. અઠવા ઝોનમાં સોહમ સર્કલથી બાયોડાઇવર્સિટી પાર્ક, ભીમરાડ પાંચ રસ્તાથી નેશનલ હાઇવે સુધીનો માર્ગ તથા સુરત ડુમસ રોડથી મગદલ્લા એરપોર્ટ સુધી કેનાલ રોડ મળી 15 કિલોમીટર લંબાઇમાં સાઇકલ ટ્રેક વિકસાવવામાં આવશે.

વરાછા ઝોનમાં પરવટ પાટિયાથી પૂજન પ્લાઝા તથા કેપિટલ સ્કવેરથી સુડાની હદ સુધીના 5 કિલોમીટરના રોડ પર સાઇકલ ટ્રેક બનશે. આ ઉપરાંત સવજી કોરાટ બ્રિજથી સીમાડા જંક્શન થઇ વાલમ નગર ખાડી થઇ સીમાડા નહેર જંક્શન સુધી તથા સવજી કોરાટ બ્રિજથી કબ્રસ્તાન ચોક સુધીના 3.5 કિલોમીટરના રૂટ પર સાઇકલ ટ્રેક વિકસાવવામાં આવશે. આ તમામ રૂટ પર કુલ 44 કિલોમીટર લંબાઇમાં સાઇકલ ટ્રેકની કામગીરી હાથ ધરી લોકો માટે ખુલ્લા મૂકવામાં આવશે.

હાલમાં 66 કિલોમીટરમાં સાઇકલ ટ્રેક ઉપલબ્ધ

હાલમાં શહેરના અલગ-અલગ માર્ગ ઉપર 66 કિલોમીટર લંબાઇમાં સાઇકલ ટ્રેક ઉપલબ્ધ છે. 66 કિલોમીટર પૈકી અઠવા ઝોનમાં સૌથી વધુ 38 કિલોમીટરમાં સાઇકલ ટ્રેક ઉપલબ્ધ છે. એસવીએનઆઇટીથી રાહુલ રાજ મોલ,વાય જંક્શનથી અણુવ્રતદ્વાર, રાહુલરાજ મોલથી ઓએનજીસી થઇ સુરત એરપોર્ટ, જીડી ગોએન્કા કેનાલ રોડ, ગેલ કોલોનીથી આકાશ સર્કલ થઇ ખાટુ શ્યામ મંદિર સુધીના સાઇકલ ટ્રેકનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે. ખાસ કરીને શનિ રવિ અને જાહેર રજાઓમાં સાઇકલિંગનું પ્રમાણ વધ્યુ છે. આ સિવાય પાલ એક્વેરિયમથી પાલ પાટિયા, આઇમાતા રોડ, સુરત બારડોલી રોડ, સુરત ઉધના રોડ, મોડલ ટાઇન રોડ પર સાઇકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યા છે.

સાઇકલ શેરિંગ યોજનાથી લોકોનો રસ વધ્યો

સાઇકલિંગને પ્રોત્સાહન આપવા માટે પાલિકાએ શરૂ કરેલી બાઇસિકલ શેરિંગ યોજનાથી શહેરીજનોમાં  સાઇકલિંગ પ્રત્યેનો ક્રેઝ વધ્યો છે. સાઇકલ શેરિંગ યોજના પીપીપી ધોરણે કાર્યરત કરવામાં આવી છે. સાઇકલ શેરિંગ યોજના મોબાઇલ એપ્લિકેશન પર આધારિત છે. એક અંદાજ મુજબ એક લાખથી વધુ લોકોએ મોબાઇલ એપ્લિકેશન પર આધારિત છે. એક અંદાજ મુજબ એક લાખથી વધુ લોકોએ મોબાઇલ એપ્લિકેશન ડાઉન લોડ કરી છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં 121 જેટલા લોકેશન પર સાઇકલ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિવિધ સાઇકલ પોઇન્ટ પર 1160 સાઇકલ ઉપલબ્ધ છે. પહેલા અડધો કલાક સુધી એક પણ રૂપિયો ચૂકવ્યા વગર શહેરીજનો સાઇકલનો ઉપયોગ કરી શકે છે.

18 ટકા લોકો પગપાળા કે સાઇકલનો ઉપયોગ કરે છે

પર્યાવરણની જાળવણી માટે શહેરમાં નોન મોટરાઇઝ ટ્રાન્સપોર્ટનો વપરાશ ઘટે તે માટે પાલિકાએ સાઇકલ ફ્રેન્ડલી અને પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી રસ્તા ડિઝાઇ ન કર્યા છે. પાલિકા દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ શહેરના 18 ટકા લોકો પરિવહન માટે ક્યાં તો સાઇકલનો વપરાશ કરે છે અથવા પગપાળા જાય છે. પાલિકા નોન મોટરાઇઝ ટ્રાન્સપોર્ટનો વપરાશ 25 ટકાથી વધુ થાય તે દિશામાં પ્રયાસ કરી રહી છે. જાહેર પરિવહન સેવામાં તબક્કાવાર ઇલેક્ટ્રિક બસ મૂકી પર્યાવરણની જાળવણી માટે નક્કર પ્રયાલ થશે.

Facebook Comments Box

Videos

Our Partners