watchgujarat: જો તમારું એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં છે તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. ખરેખરમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નિર્દેશો અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ IMPS (ઈન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસ) ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. જણાવી દઈએ કે આરબીઆઈ (RBI) એ તેની ઓક્ટોબર પોલિસીમાં IMPS ટ્રાન્ઝેક્શન લિમિટને પહેલા 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી હતી. તેને ધ્યાનમાં રાખીને SBIએ આ ફેરફાર કર્યો છે.
જો કે, SB 2 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીના IMPS વ્યવહારો પર 20 રૂપિયા પલ્સ જીએસટી વસૂલશે. IMPS એ રીઅલ-ટાઇમ ફંડ ટ્રાન્સફરની સુવિધા છે, જે 24X7 ઇન્સ્ટન્ટ ઇન્ટરબેંક ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સેવા પૂરી પાડે છે. તેને મોબાઈલ, ઈન્ટરનેટ, એટીએમ, એસએમએસ જેવી બહુવિધ ચેનલો પર એક્સેસ કરી શકાય છે.
ઘણી બેંકો IMPS ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરીને ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલે છે. જો કે, કેટલીક બેંકો ગ્રાહકોના ખાતાના પ્રકારને આધારે અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા IMPSનો ઉપયોગ કરીને IMPS મફતમાં ઓફર કરે છે. પરંતુ, SBI એ બેંકોમાંથી એક છે જે આ માટે ચાર્જ લે છે.
IMPS પર કેટલો ચાર્જ લે છે SBI?
1,000 રૂપિયા સુધીના IMPS ટ્રાન્ઝેક્શન માટે કોઈ ચાર્જ નથી.
1,000 રૂપિયાથી 10,000 રૂપિયાના IMPS વ્યવહારો પર 2 રૂપિયા પલ્સ GST લાગે છે.
10,000 રૂપિયાથી 1,00,000 રૂપિયા સુધીના IMPS વ્યવહારો પર 4 રૂપિયા પલ્સ GST લાગે છે.
1,00,000 રૂપિયાથી 2,00,000 રૂપિયા સુધીના IMPS વ્યવહારો પર 12 રૂપિયા પલ્સ GST લાગે છે.
2,00,000 રૂપિયાથી 5,00,000 રૂપિયા વચ્ચેના IMPS વ્યવહારો પર 20 રૂપિયા પલ્સ GST લાગશે.
SBIએ 2 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીના IMPS વ્યવહારો માટે નવો સ્લેબ બનાવ્યો છે. જોકે જૂના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.