• અમદાવાદનાં રોહિતભાઇની સમાજ સેવા કરવાની સ્ટાઇલ એકદમ હટકે
  • 24X7 લાઇવ એડ્રેસ બતાવે છે રોહિતભાઇ
  • 10 હજારથી વધુ લોકોને એડ્રેસ બતાવ્યા

Watchgujarat.આપણે અનેક સમાજ સેવાકર્મીઓ જોયા હશે. જે મફતમાં ખાવાનું આપતા હશે, કોઇ મફતમાં રહેવાની વ્યવસ્થા કરી આપે તો વળી કોઇ મફતમાં પીવાનું પાણી આપતા હશે. પરંતુ આજે અમે તમને એવી એક સમાજ સેવા વિશે જણાવીશું કે જે આજ સુધી તમે ક્યારેય નહીં સાંભળી હોય. અમદાવાદનાં રોહિતભાઇની સમાજ સેવા કરવાની સ્ટાઇલ એકદમ હટકે છે. તમે જાણીને નવાઇ જરૂર પામશો. તો ચલો વિસ્તારથી જણાવીએ રોહિતભાઇની આ હટકે સ્ટાઇલ શું છે.

વાત છે અમદાવાદનાં ગુગલ મેનની. જેનું નામ છે રોહિતભાઇ પટેલ. તેઓ રસ્તો ભૂલેલ લોકોને તેમના સ્થળ સુધી પહોંચાડવા માટે સાચો રસ્તો બતાવે છે. રોહિતભાઇ એક સામાજીક કાર્યકર અને ગાઇડ છે. તેઓએ અમદાવાદનાં સાયન્સ સીટી વિસ્તારમાં રસ્તા પર એક બોર્ડ માર્યુ છે. આ બોર્ડમાં લખ્યું  છે “એડ્રેસ પુછપુરછ” અને પોતાનો ફોન નંબર પણ લખ્યો છે. 24X7 લાઇવ એડ્રેસ બતાવવામાં આવશે.

રોહિતભાઇ પટેલે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ હું છેલ્લા 8 વર્ષથી આ કામ કરુ છુ. આ દરમ્યાન લગભગ 10 હજારથી વધુ લોકોને મેં એડ્રેસ બતાવ્યા છે. 365 દિવસ આ કાર્ય કરે છે .માત્ર દિવસે જ નહીં રાત્રે 2 વાગ્યે પણ ફોન આવે તો રોહિતભાઇ તેમને એડ્રેસ બતાવે છે. વધુમાં જણાવ્યું હતુ કે કેટલીક વખત એવા દાખલા બને છે કે રાત્રે એડ્રેસ બતાવું ત્યારે મુસાફરને ખબર ન પડતી હોય તો રોહિતભાઇ પોતે ઉઠીને જે જ્યાં પણ મુસાફર ઉભા હોય ત્યાં પહોંચી જાય છે અને પોતાની એક્ટીવા પર મુસાફરને જ્યાં પહોંચવુ હોય ત્યાં પહોંચાડી દે છે. આ જોઇને લોકો કહે છે કે આખા સમગ્ર ભારતમાં પણ આવું પુછપરછનું બોર્ડ ક્યાંય જોયું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે રોહિતભાઇની આ સેવા એકદમ મફત છે. ખાસ વાત એ છે કે અમદાવાદ જેવા વ્યસ્થ શહેરમાં આ પ્રકારનું મફત સેવાકીય કાર્ય કરવુ એ ખૂબ જ પ્રશંસનીય વાત છે. આજના સમયમાં કોઇ પાસે સમય હોતો નથી. અમુક લોકોને એડ્રેસ પૂછીએ તો ન ગમે અથવા તો મોઢું બગડતા હોય છે .એવા માહોલમાં રોહિતભાઈનું આ કાર્ય ખરેખર ખૂબ જ સરાહનીય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud