• રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
  • યાત્રાધામમાં અંબાજી, ડાકોર, દ્વારકા, સોમનાથ, પાલીતાણા, શામળાજીમાં હેલિપેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
  • 24 કલાકમાં ગમે ત્યારે હેલિકોપટર ઉતરી શકે એ પ્રકારે વ્યવસ્થા કરવાનું આયોજન
  • 471 કરોડના ખર્ચે 295 કોઝ-વે બનાવવામાં આવશે.
  • આ તમામ કામોને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે.

WatchGujarat. દિવાળીમાં તો સરકારે પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં ઘટાડો કરીને જનતાને એક ગીફ્ટ આપી હતી. જ્યારે મંદિરમાં જતા ભક્તો માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તહેવારો દરેક મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. વાહનની લાઇનો હોય છે. દર્શન કરવા માટે પણ લાઇનમાં ઉભુ રહેવુ પડે છે. ત્યારે આ બધી મુશ્કેલીમાં થોડી રાહત મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે રાજ્યનાં 8 યાત્રાધામ પર હેલિપેડ અથવા હેલિપોર્ટ બનશે. જી.હા રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 8 યાત્રાધામ પર હેલિપેડ અથવા હેલિપોર્ટ બનાવવામાં આવશે. જેમાં 24 કલાકમાં ગમે ત્યારે હેલિકોપટર ઉતરી શકે એ પ્રકારે વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું છે. જણાવી દઈએ કે આ 8 યાત્રાધામમાં અંબાજી, ડાકોર, દ્વારકા, સોમનાથ, પાલીતાણા, શામળાજીમાં હેલિપેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. સાથે અમદાવાદ એરપોર્ટ પર પણ આ વ્યવસ્થા ઉભી કરાશે. માહિતી પ્રમાણે અમદાવાદમાં આખા ભારતનું બીજા નંબરનું આધુનિક હેલિપોર્ટ બનાવવામાં આવશે. આ તમામ કામોને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. એટલે કહી શકાય કે ટૂંક સમયમાં કામ શરૂ થઇ શકે છે.

જ્યારે હાલમાં ચોમાસું ગયુ ત્યારે રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડતા પૂર આવ્યુ હતુ. અને ખેડૂતોના જમીન, મકાન અને ઉભા પાક પણ ધોવાઇ ગયા હતા જેથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જેને ધ્યાને લઇને રાજ્યમાં નવા 295 કોઝ-વે બનાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે વરસાદમાં વિખુટા પડેલા ગામો અંગે સર્વે કરવામાં આવ્યો છે. જેમાં વિખુટા પડી જાય છે એવા 295 ગામોને આઈડેન્ટિફાઈ કરાયા છે. ત્યારે આ ગામોએ 471 કરોડના ખર્ચે કોઝ-વે બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud