• કંડકટરનો ગ્રેડ પે ₹1650 થી 1800 અને ડ્રાઈવરનો 1800 થી 1900 કરાયો
  • 5 % મોંઘવારી ભથ્થું, બોનસ, હક્ક રજાનો રોકડમાં પગાર, આશ્રિતોને નોકરી, વળતર સહિત 10 માંગણીઓ ઉપર મંજૂરીની મોહર

WatchGujarat. છેલ્લા 1 મહિનાથી આંદોલન કરી રહેલા રાજ્યના 40, 000 ST કર્મચારીઓની દિવાળી સુધરી ગઇ છે. સરકારે 20 માંથી 10 માંગણી સ્વીકારતા બુધવારે રાતે 12 કલાકથી અપાયેલી હડતાલ કરી દેવાઈ છે.

રાજ્ય સરકાર સામે વિવિધ 20 પડતર માંગણીઓને લઇ GSRTC ના 40,000 કર્મચારીઓ 16 ડિવિઝનમાં 16 સપ્ટેમ્બરથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. એસ.ટી. કર્મચારીઓએ પગાર, બોનસ, વળતર, મોંઘવારી ભથ્થું, હક્ક રજાનો પગાર સહિતના મુદ્દે  એક મહિનાથી અનેક કાર્યક્રમો આપ્યા હતા. જો કે, મંગળવારે મંત્રણા નિષ્ફળ જતા બુધવારે રાતે 12 કલાકથી રાજ્યમાં 8500 બસ પર બ્રેક લગાવી દઇ હડતાલ પર ઉતરી જવાની તૈયારી આદરી દેવાઈ હતી.

દરમિયાન રાતે GSRTC MD, વહીવટી અધિકારીઓ સાથે સંકલન સમિતિના માન્ય 3 યુનિયનો સાથે મળેલી બેઠકમાં 10 માંગણીઓ મુદ્દે સમાધાન સંધાતા હડતાલ રદ કરી દેવાઈ છે.સામી દિવાળી એ હડતાલ ટળી જતા પ્રજાને તો રાહત સાંપડી છે પણ 40,000 ST કર્મચારીઓને ડબલ દિવાળી થઈ ગઈ છે.

સમાધાન મુજબ 1 નવેમ્બર સુધીમાં ST કર્મચારીઓને 7માં પગાર પંચનો ત્રીજો હપ્તો ₹68.85 કરોડ ચૂકવી દેવાશે. કંડકટરનો ગ્રેડ પે ₹1650 થી વધારી 1800 અને ડ્રાઈવરનો 1800 થી 1900 ₹ કરી દેવાયો છે.

સાથે જ બોનસ, હક્ક રજાનો પગાર, એરિયર્સ, 5 % મોંઘવારી ભથ્થું 1 નવેમ્બર સુધી ચૂકવી દેવાશે. આટલું જ નહીં કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીઓના કેસો તપાસ કર્યા બાદ તેમને કોરોના વોરિયર્સ જાહેર કરવામાં આવશે. નિગમના કરાર આધારિત ફિક્સ પગારના કર્મચારીઓના મૃત્યુના કિસ્સામાં આશ્રિતોને ₹4 લાખ ચૂકવાશે. સાથે જ આશ્રિતોને નોકરી, વળતર સહિતના મુદ્દે સમાધાન થતા દિવાળી ટાણે એસ.ટી. કર્મચારીઓ અને તેમના પરિવારને ડબલ દિવાળીની ભેટ મળી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud