• ભરૂચ કલેકટરની અધ્યક્ષતામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અનુલક્ષીને કાયદો-વ્યવસ્થાની બેઠક યોજાઇ
  • ગ્રામ પંચાયતોની ચૂંટણી વિધાનસભા પેહલા રાજકીય પક્ષો માટે મહત્વની બની રહેશે

WatchGujarat. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થઈ ગયો છે. એક તરફ રાજ્યના ચૂંટણી પંચે શાસક, અન્ય રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારોને અનુસરવાની આચારસંહિતાની માહિતી જારી કરી છે. ત્યાં હવે ચૂંટણીઓને લઈ જિલ્લા સ્તરે પણ વહીવટી તેમજ પોલીસ તંત્રનો બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.

ભરૂચ જિલ્લામાં આગામી યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને શનિવારે સાંજે કાયદો-વ્યવસ્થાની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરએ આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય એ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી વિચાર-વિમર્શ કરી માર્ગદર્શન પુરુ પાડયું હતું. બેઠકમાં જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીઓ, તેમજ સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ભરૂચ જિલ્લાના સંવેદનશીલ ગામો અને મતદાન મથકોને અલગ તારવવામાં આવશે. સાથે જ હાલ ચાલી રહેલી ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યકમ પૂર્ણ થયા બાદ સુધારેલી નવી મતદાર યાદી જાહેર કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગ તરફથી ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા જ કડક આચારસંહિતા અમલી બનવા સાથે ઉમેદવારી પત્રોનું વિતરણ, ફોર્મ ભરવા, ભરીને પરત આપવા, ફોર્મ પરત ખેંચવા, ચકાસણી સહિત મતદાનની તારીખ જાહેર થતા પ્રચાર-પ્રસાર અને રાજકીય માહોલ ગામે ગામ તેજ બનશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud