• 11 કરોડ રૂપિયાના ખર્ચે 50 મીટર લાંબો અને 35 મીટર પહોળો વિશાળ નર્મદા ઘાટ બનાવાયો
  • ઘાટ ઉપર 6 હજાર ભાવીક ભકતો બેસી શકશે તેવી વ્યવસ્થા
  • પૂજારીઓને ઉભા રહેવા માટે  પ્લેટફોર્મ બનાવાયું છે
  • આરતી બાદ ફાઉન્ટેન લેસર શો પણ બતાવવામાં આવશે
  • આવનાર સમયમાં પ્રથમ આરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે

WatchGujarat. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓને એક નવુ નજરાણુ જોવા મળશે.હવે રાજ્યના લોકોને ગંગા આરતીનો લ્હાવો લેવા માટે હરિદ્વાર સુધી જવાની જરૂર નહીં પડે. કારણ કે આપણાં ઘર આંગણે જ શરૂ થઇ રહી છે મા ગંગાની મહાઆરતી. ગંગા, યમુના નદીઓની સાથે માં નર્મદા દર્શન માત્રથી પાપ દુર થાય છે ત્યારે સુપ્રસિદ્ધ સુલપાણેશ્વર મહાદેવ મંદિર પાસે નર્મદા તટે  વિશાળ એક ઘાટ બનાવ્યો છે. જેનું હાલ ગ્રાન્ડ રિહર્સલ શરૂ કરી દેવામા આવ્યું છે. આરતી બાદ નર્મદા નદીમાં મ્યુઝિક ફાઉન્ટેન લેસર શોનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું. જે રીતે હરિદ્વારમાં ગંગા આરતી થાય છે તેવી જ રીતે નિયમિત નર્મદા કિનારે મા નર્મદાની આરતી થશે.નર્મદા જિલ્લાના ગોરા ગામમાં નર્મદા ઘાટ ખાતે નર્મદા માતાની આરતીનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું.

11 કરોડ રૂપિયાના ખર્ચે 50 મીટર લાંબો અને 35 મીટર પહોળો વિશાળ નર્મદા ઘાટ બનાવવામાં આવ્યો છે. આ ઘાટ ઉપર 6 હજાર ભાવીક ભકતો બેસી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે પૂજારીઓને ઊભા રહેવા માટે એક પ્લેટફોર્મ બનાવાયું છે. નર્મદા આરતી માટે  કાશી વિશ્વ વિદ્યાલયના સહયોગથી પૂજારીઓએ દ્વારકા, શારદાપીઠ, કાશી, મથુરા અને ગુજરાતી સંસ્કૃત પાઠશાળામાં શિક્ષણ મેળવ્યું છે. અને હાલ રોજ રોજ સંગીતમય આરતીનું રિહર્સલ પણ થઈ રહ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પીઆરઓ રાહુલ પટેલે મિડીયાને માહિતી આપતા જણાવ્યું હતુ કે  પ્રતિ દિન માતાજીની પ્રાર્થના, આરતી અને નર્મદા અષ્ઠક થશે.જેનું રિહર્સલ શરૂ થઇ ગયું છે.અને આરતી બાદ એક નાનકડું અને અતિ સુંદર ફાઉન્ટેન લેસર શો પણ બતાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ નર્મદા આરતી કરશે.ત્યારબાદ દરરોજ ભાવિ ભક્તોને નર્મદા તટે આ અદભુત નજારો જોવા મળશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હાલ લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે આ એક નવું નજરાણુ ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઇ શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud