• ખાદ્યતેલના ભાવોમાં સતત વધારો નોંધાયો, મધ્યમવર્ગ પર મોંઘવારીનો વધુ એક માર
  • છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ.15નો વધારો થયો
  • કપાસિયામાં 35નો ભાવવધારો થયો, મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું

WatchGujarat. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમવર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. કપાસિયા તેલમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસમાં સીંગતેલમાં 15 રૂપિયા અને કપાસિયામાં 35નો ભાવવધારો થયો છે. ભાવ વધ્યા બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 295 થયો હતો જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2 હજાર 160 રૂપિયા થયો છે.

કોરોનાકાળમાં થયેલા લોકડાઉનમાં આર્થિક માર સહન કર્યા પછી હવે જનતાએ મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. હવે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સનફલાવર, કોર્ન ઓઇલ અને વનસ્પતિ ઘી સહિતના ભાવ યથાવત રહ્યા છે.

વેપારીઓએ આ અંગે મીડિયાને જણાવ્યા હતું કે, સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. બીજી બાજુ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે. પરંતુ જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના ભાવમાં સતત ભાવ વધારો થતાં સામાન્ય નાગરિક ત્રાહિમામ પોકિરી ઉઠ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners