GSEB HSC Result 2021: ગુજરાત બોર્ડે 12મા સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Education Board, GSHSEB) એ આજે તેની સત્તાવાર વેબસાઇટ gseb.org પર 12મા સાયન્સનું રિઝલ્ટ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં, પરીક્ષામાં આવેલા તમામ વિદ્યાર્થીઓ gseb.org પર પરિણામ ડાઉનલોડ કરી શકે છે. આ માટે ઉમેદવારોએ અનુક્રમણિકા નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરવો પડશે. તમને જણાવી દઈએ કે GSEB 12 ની પરીક્ષા કોવિડ સંકટ વચ્ચે રદ કરવામાં આવી હતી. આથી વૈકલ્પિક મૂલ્યાંકનના માપદંડના આધારે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં 12 સાયન્સના 1, 07, 264 વિદ્યાર્થી પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.
GSEB Class 12th Science:
A 1 - 3,245 વિદ્યાર્થીઓ
A 2 - 15,284 વિદ્યાર્થીઓ
B 1 - 24,757 વિદ્યાર્થીઓ
B 2 - 26,831 વિદ્યાર્થીઓ
C 1 - 22,174 વિદ્યાર્થીઓ
C 2- 12,071 વિદ્યાર્થીઓ
D - 2,609 વિદ્યાર્થીઓ
E 1 - 289 વિદ્યાર્થીઓ
E 2 - 4 વિદ્યાર્થીઓ
બોર્ડ દ્વારા શાળાઓને વિદ્યાર્થીઓને પરિણામ અને સ્કોર કાર્ડ આપવા જણાવ્યું છે. આ વર્ષે સાયન્સ પ્રવાહના 1.40 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે નોંધણી કરી હતી. GSEB બોર્ડની પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઇ સુધી યોજાવાની હતી. જયારે, એકલા ગુજરાતી માધ્યમમાંથી 2,403 વિદ્યાર્થીઓએ A 1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ગુજરાતી માધ્યમ દ્વારા નોંધાયેલા 12 મા જીએસઇબી સાયન્સના વર્ગની કુલ સંખ્યા 78,045 હતી.
જાહેર થયેલુ પરિણામ માત્ર સ્કૂલો પોતાના ઈંડેક્સ નંબરના આધારે જોઈ શકશે. જ્યારે વિદ્યાર્થીઓ સીધુ પોતાનું પરિણામ જોઈ શકશે નહી. પરંતુ સ્કૂલો પોતાના વિદ્યાર્થીઓનું પરિણામ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપી શકશે. વિદ્યાર્થીઓને પરિણામ પહોંચાડવા માટે શિક્ષણ બોર્ડ અલગથી સૂચના આપશે. પરિણામ આવ્યા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ આવ્યાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટેશિક્ષણ બોર્ડ અલગથી પરીક્ષા યોજશે. જે અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે.