WatchGujarat. જીએસટી નેટવર્કએ કહ્યું છે કે જે કરદાતાઓએ જૂન 2021 સુધી બે મહિના અથવા જૂન 2021 ત્રિમાહી માટે જીએસટી રિટર્ન ફાઇલ (GST Return Filing) દાખલ કરી નથી તે 15 ઓગસ્ટથી ઇ-વે બિલ જનરેટ કરી શકશે નહીં. નિષ્ણાતોનું કહેવું છે કે આ પગલું ઓગસ્ટમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન વધારવામાં મદદ કરશે, કારણ કે બાકી જીએસટી રિટર્ન ફાઈલ થવાની ધારણા છે. ગયા વર્ષે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ કોવિડ મહામારી દરમિયાન અનુપાલનમાં રાહત આપતા, નોન-ફાઈલર્સ માટે ઈલેક્ટ્રોનિક ઈ-વે બિલ પેદા કરવા પર પ્રતિબંધ મુલતવી રાખ્યો હતો.

GSTN એ કરદાતાઓને કહ્યું, “સરકારે હવે 15 ઓગસ્ટથી તમામ કરદાતાઓ માટે EWB પોર્ટલ પર ઇ-વે બિલ જનરેશન પર પ્રતિબંધને પુન:સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.” આ રીતે, 15 ઓગસ્ટ, 2021 પછી સિસ્ટમ ફાઇલ કરેલા રિટર્ન તપાસશે અને જરૂરી હોય તો ઇ-વે બિલ જનરેટ કરવા પર પ્રતિબંધ મૂકશે.

એએમઆરજી એન્ડ એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને જણાવ્યું હતું કે જીએસટીએન એ તમામ લોકો પર દબાણ વધાર્યું છે જેઓ જીએસટી રિટર્ન ફાઈલ કરતા નથી અને ઈ-વે બિલ જનરેશન પર મુલતવી રાખવાથી ઘણા ઉદ્યોગો અટકી જશે. મોહને કહ્યું કે આ ઓટોમેટિક શિક્ષાત્મક કાર્યવાહી ઓગસ્ટમાં ટેક્સ કલેક્શનમાં વધારો કરશે.

નેક્સડાઈમ ના કાર્યકારી નિર્દેશક (ઇનડાયરેક્ટ ટેક્સ),સાકેત પટવારીએ કહ્યું કે પરિસ્થિતિ હવે ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, ટેક્સ એડમિનિસ્ટ્રેશન વ્યવસાયોને જીએસટી પાલનને નિયમિત કરવા વિનંતી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે રિટર્ન ફાઈલ કર્યા પછી ઈ-વે બિલ જનરેશન ફરી શરૂ કરવું એક સરળ પ્રક્રિયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud