ઉનાળુ સત્રની ઓફલાઇન પરિક્ષામાં સામુહિક ચોરી થઇ હતી
જીટીયુ દ્વારા માસ કોપી કેસમાં પકડાયેલા 213 વિદ્યાર્થીના બે સેમેસ્ટર રદ્દ
Watchgujarat. જીટીયુ દ્વારા ઉનાળુ સત્રની ડિગ્રી ઇજનેરીની સેમેસ્ટર 3 અને 5ની ઓફલાઇન પરિક્ષામાં માસ કોપીમાં પકડાયેલા 233 વિદ્યાર્થીઓની યુએફએમ કમિટી સમક્ષ સુનાવણી બાદ 213 વિદ્યાર્થીને બે સેમેસ્ટર રદ્દ એટલે કે પરિક્ષાથી બાકાત કરવાની સજા કરવામાં આવી છે. જ્યારે 18 વિદ્યાર્થીને નિર્દોષ જાહેર કરાયા છે. જે બે કોલેજોમાંથી વિદ્યાર્થીઓ માસ કોપી કેસમાં પકડાયા હતા તે બંને કોલેજના એક્ઝામ સેન્ટર રદ્દ કરવામાં આવ્યા છે અને બંને કોલેજોને એક-એક લાખનો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જીટીયુ દ્વારા નિર્ણય લેવાયો છે કે હવે પછી જો કોઇ કોલેજમાં માસ કોપી કેસની ઘટના બનશે તો તે કોલેજનું એફિલિએશન જ રદ્દ કરાશે.
મળતી માહિતી મુજબ જીટીયુની ગત ઉનાળુ સત્રીની ઓફલાઇન પરિક્ષામાં બી.ઇ સેમેસ્ટર 3 અને 5 તેમજ ડિપ્લોમાં ઇજનેરીના વિવિધ સેમેસ્ટરની પરિક્ષામાં કેટલીક કોલેજોમાં માસ કોપી કેસની ઘટના બની હતી. જેમાં અગાઉ જીટીયુ દ્વારા ડિપ્લોમાં ઇજનેરીના 65થી વધુ વિદ્યાર્થીઓને માસ કોપી કેસ હેઠળ એક વર્ષ માટે પરિક્ષામાંથી બાકાત કરવાની સજા અપાઇ હતી અને કલોલની કોલેજને દંડ કરી સેન્ટર રદ્દ કરવાની સજજા અપાઇ હતી. આ ઉપરાંત બી.ઇ સેમેસ્ટર 3 અને 5ની પરિક્ષામાં પંચમહાલની ઓમ કોલેજ તેમજ એન્જિનિયરિંગ કોલેજ ઓફ તુવામાંથી એક સાથે 233 વિદ્યાર્થીઓ માસ કોપી હેઠળ પકડાયા હતા. જેમાં પંચમહાલની કોલેજમાં બી.ઇ સેમ-3નાં 54 અને સેમેસ્ટર 5નાં 17 અને તુવા કોલેજમાંથી બી.ઇ સેમ-3નાં 147 વિદ્યાર્થી માસ કોપીમાં પકડાયા હતા. સેમેસ્ટર-3માં ઇફેક્ટિવ ટેકનિકલ કમ્યુનિકેશન અને સેમેસ્ટર 5માં ડિઝાઇન સ્ટ્રકચર વિષયની પરિક્ષા હતી. તમામ 233 વિદ્યાર્થીઓને થોડા દિવસ પહેલા યુએફએમ કમિટી સમક્ષ બોલાવી સુનાવણી કરાઇ હતી.
સુનાવણી બાદ કમિટીએ કરેલી સજાની વિગતો જીટીયુએ આજે જાહેર કરી છે. જે મુજબ 213 વિદ્યાર્થીઓને લેવલ 3ની સજા કરાઇ છે એટલે કે ઉનાળુ સત્રના સેમેસ્ટરના તમામ વિષયોનું પરિણામ રદ્દ કરાયું છે. જ્યારે એક વિદ્યાર્થીને લેવલ- રની એટલે કે ઉનાળુ સેમેસ્ટરની પરિક્ષાના તમામ વિષયનું પરિણામ રદ્દ કરાયું છે. એક વિદ્યાર્થીને લેવલ -4ની એટલે કે આગામી ત્રણ વર્ષ સુધી પરિક્ષા આપવાથી બાકાત કરાયો છે. જે બંને કોલેજમાંથી વિદ્યાર્થી પકડાયા હતા.તે કોલેજોને એક-એક લાખનો દંડ કરાયો છે અને પરિક્ષા સેન્ટર રદ્દ કરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જીટીયુની પરિક્ષાઓમાં અત્યાર સુધી અનેકવાર માસ કોપી કેસ ઘટનાઓ બની ચૂકી છે પરંતુ મોટા ભાગે વિદ્યાર્થીઓ જ દંડાય છે અને કોલેજને માત્ર સેન્ટર રદ્દ અને લાખ રૂપિયાનો દંડ કરી દેવાય છે. પરંતુ કોલેજનું જોડાણ પદ કરાતુ નથી. જે હવે જીટીયુ કરવાનો નિર્ણય લીધો છે પરંતુ આ માત્ર નિર્ણય જ રહેશે કે કેમ તે પ્રશ્ન છે.