• ગીર જંગલના સાવજોને જોવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવતાં હોય છે
  • તમામ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે દેવળિયા સફારી પાર્કનો સિંહ દેવરાજ
  • દેવરાજ ને એશિયાટિક સિંહમાં સૌથી વધુ દેખાવડો સિંહ ગણવામાં આવે છે.
  • ગીરના જંગલોમાં કાશ્મીર, જયપુર, કોટાના રાજવીઓ પણ સિંહના શિકાર માટે આવતા હતા
  • આર્ટીકલમાં ઉપયોગમાં લેવાયેલી સિંહની મનમોહક તસ્વીરો જામનગરના જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઉર્મિલ ઝવેરી દ્વારા લેવામાં આવી છે.

WatchGujarat. ગીર જંગલના સાવજો સૌ કોઈ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર હોય છે. ગીરમાં લોકો દેશ-વિદેશથી આ સાવજોને જોવા માટે આવતા હોય છે. પરંતુ ગીરના દેવળિયા સફારી પાર્કમાં એક સુંદર સિંહ છે જે સૌ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. માનવામાં આવે છે કે આ સિંગ એશિયાટિક સિંહમાં સૌથી વધુ દેખાવડો અને આકર્ષક છે. આજે વિશ્વ સિંહ દિવસ નિમિતે તેના વિશે કેટલીક ખાસ બાબતો આજે તમને જણાવીએ.

આપણે સૌ જાણીએ છે કે દેખાવ માનવીનો હોય કે કોઈપણ પ્રાણીનો, એ ઘણુંખરું દરેક જીવને વારસામાં મળે છે. આવો જ સુંદર દેખાવ ગીર જંગલના એક સાવજને મળ્યો છે. તમને જણાવી દઈએ કે દેવળિયા સફારી પાર્કનો દેવરાજ સિંહ ગીરનો સૌથી સુંદર સિંહ છે. ઉલ્લેખનીય છે કે દેવરાજ એશિયાટિક સિંહમાં એ સૌથી વધુ દેખાવડો છે. ઉપરાંત તેની કેશવાળી એટલી ઘટાદાર છે જેટલી આફ્રિકાના સિંહની હોય છે. તમને જણાવી દઈએ કે આફ્રિકાના સિંહ જેવી કેશવાળી અન્ય સિંહમાં જોવા મળતી નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર દેવરાજ પુખ્ત વયનો સાવજ છે. જેનો જન્મ આશરે નવેક વર્ષ પહેલાં થયો હતો. ગીરના જંગલમાં જન્મેલા દેવરાજની માતાનું મૃત્યુ થતાં તેને દેવળિયા સફારી પાર્કમાં લાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે વન વિભાગ દેવરાજને આ પાર્કમાં લાવ્યા ત્યારે તે માત્ર 4 કે 5 મહિનાનો હતો. દેવળિયા સફારી પાર્કમાં જ એ ઉછરીને મોટો થયો છે. આ અંગે વન વિભાગના જણાવ્યા મુજબ, દેવરાજનો આકર્ષક દેખાવ તેની કેશવાળીને લીધે છે. આ સિંહની કેશવાળી મોટી, એમાં કેસરી-કાળા રંગનું મેચિંગ અને ઘટાટોપ છે. જે તેને વધુ સુંદર બનાવે છે. પરંતુ જ્યારે જંગલમાં છૂટા ફરતા સિંહ વચ્ચે ઇન્ફાઇટ થતી હોય, એ બાવળની કાંટ, ઝાડી-ઝાંખરાં અને કાંટાળી વાડમાં ઘૂસતા હોય, વગેરેને લીધે તેની કેશવાળીના વાળ ઊખડી જતા હોય છે. જોકે તેના કારણે દેવરાજને એવી કોઇ તકલીફ વેઠવાની હોતી નથી.

તમને જણાવી દઈએ કે દેવરાજને બચપણથી સફારી દેવળિયામાં તૈયાર ખોરાક મળી જાય છે. તેથી તેને શિકાર કરીને ભક્ષણ કરવાનું નથી હોતું. એટલા માટે જ તેના શરીર પર ઘસરકો સુધ્ધાં નથી પહોંચતો. જેના પરિણામે, એ સૌથી વધુ દેખાવડો અને આકર્ષક લાગે છે. મહત્વની બાબત છે કે સિંહની સતત વધતી વસતિને લીધે હવે એનો પરિભ્રમણ વિસ્તાર સૌરાષ્ટ્રના 30 હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં 9 જિલ્લાના 53 તાલુકાન સમાવિષ્ટ છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે દેવરાજની હાજરીમાં જંગલમાં ફરજ બજાવતા વનકર્મીઓ પોતાને સુરક્ષિત માને છે. આ અંગે વાત કરતાં તેમને જણાવ્યું હતં કે, પહેલી વખત એકલા જ સિંહની સામે ફરજ બજાવવાની આવે ત્યારે થોડો ડર લાગતો હતો. પરંતુ પછી આ ડર ક્યા જતો રહે તેની પણ ખબર નથી પડતી. હવે તો અમે સિંહની સામે કે નજીકમાં બેઠા હોઇએ ત્યારે તો અમને દુનિયામાં કોઇનોય ડર નથી લાગતો. જાણે કે એ જ અમારું રક્ષણ કરતો હોય એવી લાગણી અમે અનુભવીએ છીએ. દેવરાજ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ત્યારે ગીર જંગલ અને દેવળિયા ઉપરાંત સક્કરબાગ ઝૂ, આંબરડી સહિત એકપણ સ્થળે આટલો સુંદર સિંહ તમને જોવા ન મળે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud