• ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુકત રીતે હાથ ધરાયેલ ઓપરેશનને મળેલી જબરી સફળતા
  • ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળસીમાંથી 30 કિલો હેરોઈન ઝડપાયુ

WatchGujarat. ભારતીય જળ સીમામાં હેરોઈન લઈને ઘૂસી આવેલા ઈરાની માછીમારોને પકડવામાં ભારતીય તટરક્ષક દળને મોટી સફળતા મળી છે. ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું, જેમાં ગઈકાલે મોડી રાત્રે 7 ઈરાની માછીમારો હેરોઈનના જથ્થા સાથે પકડાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ પહેલા જ મુન્દ્રા પોર્ટ પર ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની ટીમ દ્વારા ઈરાનથી આવેલો 2800 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની બજાર કિંમત 8500 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

છેલ્લા કેટલાય મહિનાઓથી ગુજરાતની દરિયાઈ સરહદો ડ્રગ્સ ઘૂસાડવાનું સેફ પેસેજ બની રહી છે. કચ્છના દરિયાઈ કાંઠે થઇ ડ્રગ્સ ઘૂસાડવાના કિસ્સા વધી રહ્યાં છે. પહેલા પાકિસ્તાન બાદ હવે ગલ્ફના દેશો ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડી રહ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. હવે ગુજરાતમાં ઈરાનથી ડ્રગ્સ સાથેના કન્ટેઈનર આવી રહ્યાં છે. જે ચિંતાજનક સમાચાર છે.  ભારતીય જળ સીમામાં ભારતીય કોસ્ટગાર્ડનું સંયુક્ત સર્ચ ઓપરેશન શનિવારે મોડી રાત્રે હાથ ધરાયુ હતું. ગઈકાલે મોડી રાત્રે 7 ઈરાની માછીમારો બોટ અને હેરોઈન સાથે પકડાયા છે. ટુંક સમયમાં ગુજરાત ATS ખાતે તમામ માછીમારોને લાવવામાં આવશે. આ મામલે ગુજરાત ATS વધુ તપાસ હાથ ધરશે. ગુજરાત ATSના dysp ભાવેશ રોજીયાએ આ માહિતી આપી હતી.

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળસીમાંથી 30 કિલો હેરોઈન ઝડપાયુ છે. આ સાથે જ 7 ઈરાની નાગરિકોની પણ ધરપકડ કરાઈ છે. આ ઈરાની માછામીરો ફિશિંગ બોટમાં હેરાઈનનું સપ્લાય કરતા હતા. આશરે રૂ. 150 કરોડના હેરોઈનનો જથ્થો ઝડપાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud