• ભરૂચ જિલ્લામાં પણ દિવાળી બાદ કોરોના બેકાબૂ, અત્યાર સુધી 3061 કોરોનાગ્રસ્ત
  • નવિન પટેલનુ કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ
(ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ નવીન પટેલ)

WatchGujarat. દિવાળી બાદ ભરૂચમાં પણ કોરોના બેકાબુ બનતો હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે, ભરૂચ દૂધધારા ડેરી ચેરમેન અને હાલમાં જ નવનિયુક્ત થયેલા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ નવીન પટેલ સહિત 4 લોકોના કોરોનાથી મોત થયા છે. શનિવારે કોરોના પોઝિટિવ 11 કેસ નોંધાયા છે.

દિવાળીના તહેવારો બાદ કોરોના બેકાબૂ બની રહ્યો હોય તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે ત્યારે ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ નવીન પટેલનું કોરોનાની સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે તો ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને નર્મદા જિલ્લાના ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ કોરોનાની ઝપેટમાં આવી જતાં તેઓ હોમ કોરેન્ટાઈન થયા છે.

(નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ )

ભરૂચ જિલ્લામાં કોરોના બેકાબૂ બની રહ્યો હોય ત્યારે લોકોમાં પણ સાવચેતી આવે તે જરૂરી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે અને કેટલાય દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર પણ કરાવી રહ્યા છે. ત્યારે સરકારી ચોપડે માત્ર સરકારી હોસ્પિટલોમાં થતા કોરોના ટેસ્ટ અંગેની માહિતી મળી રહી છે. ખાનગી હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં લોકો સારવાર લઈ રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને નર્મદા જિલ્લાના નવનિયુક્ત ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે સીટી સ્કેન કરાવતા તેમાં પાંચ ટકા જેટલો કોરોનાના લક્ષણો દેખાતા તેઓ સ્વૈચ્છિક હોમ કોરેન્ટાઈન થયા છે. ભરૂચ જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા અન્ય 3 દર્દીઓના પણ મોત નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેમાં અંકલેશ્વરની ઓરેંજ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 2 દર્દીઓએ દમ તોડયો હતો. અંકલેશ્વરની ત્રિશુલ સોસાયટીની 70 વર્ષીય મહિલા તથા મેઘ મલ્હાર એપાર્ટમેન્ટ અંકલેશ્વરના 51 વર્ષીય પુરુષ દર્દીનુ મોત થયું હતું. તો અંકલેશ્વરની ત્રિલોકી હોસ્પિટલમાં 36 વર્ષીય ગોકુલ નગર વાગરાના પુરુષ દર્દીનું મોત થતાં ત્રણે મૃતકોના અંતિમ સંસ્કાર કોવિડ 19 સ્મશાન ખાતે  કરવામાં આવ્યા હતા. શનિવારે બપોર સુધી 11 કોરોના પોઝિટિવ કેસ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણનો કુલ આંક 3061 થયા છે. સરકારી ડેથ ઓડિટ રિપોર્ટ પ્રમાણે 31 લોકોના મોત થયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud