ભરૂચમાં તૌકતે વાવાઝુડાને લઇને બપોરે અચાનક ભારે પવન સાથે વરસાદ
15 થી 18 KM ની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ વચ્ચે વરસાદ વરસતા કેટલાક વિસ્તારો અને ગામોમાં વીજળી વેરણ
WatchGujarat. તૌકતે વાવાઝોડાની અસર હેઠળ રવિવારે બપોરે આકરા તડકાના માહોલ બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાવાઝોડાની અસર વર્તવાની શરૂ થઈ જતા કાળા ડિબાંગ વાદળો એકાએક આકાશમાં ખેંચાઈ આવતા પેહલા ધૂળની દમરીઓથી વાતાવરણ ધૂધળું કરી દીધું હતું.
જોતજોતામાં તોફાની પવનો સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવનો અને ગાજવીજ સાથે વરસાદ વરસતા જ ભરૂચના કેટલાક વિસ્તારો સહિત ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
https://youtu.be/lfAaIiKy42c
ભર બપોરે ઘોર અંધારું છવાયું હોય તેવા માહોલ વચ્ચે પ્રતિ કલાકે સરેરાશ 15 થી 18 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા. દરિયા કાંઠા વિસ્તારોમાં પવનની ગતિ પ્રતિ કલાકે 22 KM વધુ રહી હતી. વાવાઝોડા સાથે વરસાદના પગલે લોકોમાં ભયના માહોલ વચ્ચે કાચા મકાનો, પતરા અને નળીયાના મકાનો ધરાવતા ગ્રામજનોના જીવ પડીકે બનધાયા હતા.
દરમિયાન વાવાઝોડા અને વરસાદની સંભવિત સ્થિતિને પગલે રવિવારે ભરૂચમાં NDRF ની 22 સભ્યોની એક ટીમ વાગરાના જોગેશ્વરમાં રાહત તેમજ બચાવની કામગીરી માટે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. તોફાની પવનો વચ્ચે વરસાદ 45 થી 47 મિનિટ સુધી રહ્યા બાદ બંધ થતાં લોકો અને તંત્રે રાહતનો દમ લીધો હતો.
https://youtu.be/aQJlGFXeCJI
જોકે વાદળછાયા વાતાવરણ વચ્ચે આકાશમાં વાદળો યથાવત રહેવા સાથે ગાજવીજ ચાલુ રહી હતી. વરસાદ અને પવન બંધ રહેતા ખોરવાયેલો વીજ પુરવઠો પુનઃ કાર્યાન્વિત કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.