• કોરોનાને કારણે ધોરણ 10 અને 12 બોર્ડના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી
  • પ્રમોશનના આપવાને સ્થાને વર્ષ દરમિયાન આપેલી પરીક્ષા અને ધો-11ની પરીક્ષાના આધારે પરિણામ તૈયાર કરાયુ
  • આવતી કાલે શિક્ષણ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર નિયમિત વિદ્યાર્થીઓના પરિણામ મુકાશે

WatchGujarat. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આવતીકાલે એટલે કે 17 જુલાઈના રોજ ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે પછી જોઈ શકાશે. જોકે શાળાઓ તેઓની શાળાનું પરિણામ શાળાના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગીન કરી ડાઉનલોડ કરી શકશે તથા જોઇ શકશે.

ઉલ્લેખની છે કે આ વખતે બોર્ડના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવી હતી. જે બાદ પ્રમોશનના સ્થાને વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન આપેલી પરીક્ષા અને ધોરણ 11 ની પરીક્ષાના આધારે પરિણામ તૈયાર કરાયું છે. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારે ધો .12 વિજ્ઞાન પ્રવાહના વર્ષ 2021ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને શિક્ષણ વિભાગના તા:-19/06/2021 ના ઠરાવ ક્રમાંક:-મશબ / 1221 / 741 /6 થી નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરેલ હતી.

શિક્ષણ બોર્ડ દ્વારા પસાર કરેલ આ ઠરાવ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના જાહેર કરેલ નીતિ મુજબના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા હતા. જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ આવતીકાલે તા.17 જુલાઈ ના રોજ સવારના 8:૦૦ કલાકે બોર્ડની વેબસાઇટ result.gseb.org જાહેર કરવામાં આવશે. જોકે શાળાઓ તેઓની શાળાનું પરિણામ શાળાના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકશે તેમજ જોઇ શકશે. તમામ શાળાઓએ વિદ્યાર્થીઓને ગુણપત્રકની નકલ આપવાની રહેશે તેમજ તેના પરિણામની જાણ કરવાની રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud