• વડોદરામાં કલેક્ટર અતુલ ગોર તથા મેયર કેયુર રોકડિયા, ઉપમેયર શ્રીમતી નંદાબેન જોશી, અગ્રણી ઋત્વિજ જોશી, નગરસેવકો સહિતના અગ્રણીઓ સવારના વિદ્યુતનગર સ્થિત વિદ્યુત વિદ્યાલય ખાતે પહોંચ્યા
  • રાજકોટમાં ન્યુ એરા સ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને ન્યુ એરા સ્કુલ ખાતે હળવાશભર્યા વાતાવરણમાં જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી
  • ધોરણ 10માં આજે ગુજરાતી વિષયનું પેપર જ્યારે ધોરણ 12 કોમર્સમાં નામાના મૂળતત્ત્વો અને ધો.12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવાશે

WatchGujarat. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ સોમવારથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના પ્રારંભ પૂર્વે શહેરના મેયર અને કલેક્ટર સહિતના મહાનુભાવોએ અહીંની એક શાળામાં ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓને સુકામનાઓ પાઠવી હતી.

વડોદરા શહેર જિલ્લાના 241 જેટલા કેન્દ્રો પર 70 હજાર થી વધુ પરીક્ષાર્થીઓ બોર્ડ પરીક્ષાઓ આપશે.બોર્ડ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારાધોરણો ને આધીન જરૂરી વ્યવસ્થાઓ કલેકટર ના વડપણ હેઠળની પરીક્ષા સમિતિએ કરી છે જ્યારે પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં પરીક્ષાઓ યોજાય તે માટે જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધોરણ 10માં આજે ગુજરાતી વિષયનું પેપર જ્યારે ધોરણ 12 કોમર્સમાં નામાના મૂળતત્ત્વો અને ધો.12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવાશે.

કલેક્ટર અતુલ ગોર તથા મેયર કેયુર રોકડિયા, ઉપમેયર શ્રીમતી નંદાબેન જોશી, અગ્રણી ઋત્વિજ જોશી, નગરસેવકો સહિતના અગ્રણીઓ સવારના વિદ્યુતનગર સ્થિત વિદ્યુત વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં આ મહાનુભાવોએ પરીક્ષા ખંડમાં જઇ રહેલા છાત્રોને શુભકામનાઓ પાઠવવા સાથે ચોકલેટથી મ્હોં મીઠા કરાવ્યા હતા. ઉપરાંત પુષ્પ, બોલપેન આપીને આવકાર્યા હતા. મહાનુભાવોએ પરીક્ષાનો ડર રાખ્યા વિના કસોટીમાંથી પાર ઉતરવા શીખ આપી હતી.

તો બીજી તરફ રાજકોટ જિલ્લામાં આ વર્ષે ધોરણ 10માં 46,839 વિદ્યાર્થી પરીક્ષા આપશે. આ માટે જિલ્લામાં 5 ઝોન બનાવાયા છે. જેમાં કુલ 39 કેન્દ્ર અને 175 બિલ્ડિંગમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

બીજીતરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 23,292 વિદ્યાર્થી પરીક્ષા આપશે, જેના માટે 5 ઝોન અને 80 બિલ્ડિંગમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ 12 સાયન્સમાં આ વર્ષે 7099 વિદ્યાર્થી માટે 30 બિલ્ડિંગમાં પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ ધો.10 અને 12ના કુલ 77,230 વિદ્યાર્થી પરીક્ષા આપનાર છે જેના માટે રાજકોટમાં કુલ 2292 બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક પરીક્ષા સ્થળો ઉપર પરીક્ષા ખંડોમાં CCTV કેમેરા દ્વારા મોનિટરિંગ કરાશે.

આજે યોજાયેલી આ બોર્ડની શહેરની ન્યુ એરા સ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને ન્યુ એરા સ્કુલ ખાતે હળવાશભર્યા વાતાવરણમાં જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. તો છાત્રો કોઇપણ પ્રકારના ડર – તનાવ વગર પરીક્ષા આપી શકે તે માટે છાત્રોને ચીયર અપ કરવા જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલા તથા ન્યુ એરા સ્કુલના ટ્રસ્ટી અજય પટેલ સાથે પરીક્ષા સમય પહેલા પહોંચી ગયા હતા. અને ઝળહળતી સફળતાની શુભકામનાઓ પાઠવી હતી. તો શાળાના આચાર્યા રૂપલબેન દવેએ તમામ વિદ્યાર્થીઓને તિલક કરી મીઠું મોં કરાવી આવકાર્યા હતા.

Facebook Comments Box

Videos

Our Partners