આ વર્ષે દિવાળી પર્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ બોર્ડરની મુલાકાત લેશે
જ્યાં તેઓ સેનાના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરશે
આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ આર્મી, BSF, એરફોર્સ, ગુજરાત પોલીસ, NCC, કોસ્ટ ગાર્ડના જવાનો સાથે ખાસ બેઠક કરશે
WatchGujarat. રાજ્યના મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલની પહેલી દિવાળી છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે CM આ દિવાળી બોર્ડર પર સેનાના જવાનો સાથે મનાવશે. મળતી વિગતો અનુસાર દિવાળીના દિવસે એટલે કે 3 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ બોર્ડરની મુલાકાત લેશે. જ્યારે તેઓ સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે.
સેનાના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ કચ્છ બોર્ડરની મુલાકાત લેશે. જ્યાં તેઓ 3 નવેમ્બરે સેનાના જવાનો સાથે CM મુલાકાત કરીને દિવાળી ઉજવશે. જો કે આ પરંપરા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શરુ કરી હતી. તેમના મુખ્યમંત્રી કાળમાં દિવાળી સરહદ પર સ્થિત જવાનો સાથે મનાવવાનો સિલસિલો શરૂ કર્યો હતો. જે પરંપરા આજે પણ ચાલુ છે.
દેશ સેવા કરતા અને પરિવારથી દૂર ફરજ પર સ્થિત જવાનોને પરિવારની હૂંફ મળે તે હેતુસર મુખ્યમંત્રી બી.એસ.એફ જવાનો સાથે દિવાળીનું મહાપર્વ મનાવે છે. આ અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર તેમના કદમો પર ચાલી રહ્યા છે. મહત્વનું છે કે આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ આર્મી, BSF, એરફોર્સ, ગુજરાત પોલીસ, NCC, કોસ્ટ ગાર્ડના જવાનો સાથે ધોરડો ખાતે ખાસ બેઠક કરશે.
મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની કચ્છની આ પહેલી મુલાકાત છે. ત્યારે એવા અહેવાલ વહેતા થયા છે કે તેઓ કચ્છ રણોત્સવનું ઉદ્ઘાટન પણ કરશે. કોરોના મહામારીને કારણે ગત બે વર્ષ રણોત્સવ અને કચ્છ સહિતના પ્રવાસનને ભારે અસર પહોંચી છે. ચાલુ વર્ષે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા તહેવારો અને જાહેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ વર્ષે નવેમ્બરથી કચ્છમાં રણોત્સવ શરૂ થઈ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રીની મુલાકાતના પગલે કચ્છ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
આ અંગે મળતી વિગતો મુજબ જિલ્લામાં જુદા જુદા કામોમાં ગતિ આવી છે. શક્યતાઓ છે કે કચ્છની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ત્રીજી નવેમ્બરે ધોરડોમાં રણોત્સવનું ઉદ્દઘાટન કરશે. જોકે આ અંગે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.
- આ વર્ષે દિવાળી પર્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ બોર્ડરની મુલાકાત લેશે
- જ્યાં તેઓ સેનાના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરશે
- આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ આર્મી, BSF, એરફોર્સ, ગુજરાત પોલીસ, NCC, કોસ્ટ ગાર્ડના જવાનો સાથે ખાસ બેઠક કરશે