• ગુજરાત હાઈકોર્ટની સુનાવણીનું આજથી જીવંત પ્રસારણ શરૂ
  • નાગરિકો ઘરે બેઠા કોર્ટની કામગીરી, દલીલો, ચૂકાદા જોઈ- સાંભળી શકશે
  • સુનાવણીનું જીવંત પ્રસારણ કરનાર ગુજરાત હાઈકોર્ટ સમગ્ર દેશમાં પ્રથમ છે
ગુજરાત કોર્ટની લાઇવ કાર્યવાહી દરમિયાન લેવામાં આવેલો સ્ક્રિન શોટ

WatchGujarat. દેશમાં આજથી એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજથી સુનાવણીનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત હાઇકોર્ટ દેશની સર્વપ્રથમ હાઇકોર્ટ છે જ્યાં ચીફ જસ્ટિસની કોર્ટ સિવાય અન્ય કોર્ટની કાર્યવાહીનું પણ જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટની વોબસાઈટ પર વિવિધ કોર્ટનું લાઈવ જોવા માટે લિંક આપવામાં આવેલી છે. જેથી કોઈ પણ નાગરિક સરળતાથી વિવિધ કોર્ટનું લાઇવ પ્રસારણ જોઇ શકે છે.

તમને જણાવી દઈએ કે હાઈકોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણનું ઉદ્ઘાટન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમન્ના દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ વિશે વાત કરતાં ચીફ જસ્ટિસ એન.વી રમન્નાએ મીડિયાને જણાવ્યું હતું કે, ન્યાય પ્રક્રિયામાં સુધારો અને ન્યાય આપવાની દિશામાં ગુજરાત હાઈકોર્ટનું જીવંત પ્રસારણ સાથે જ ઓપન કોર્ટ તરફનું આ ઐતિહાસિક પગલું છે. આ માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અપ્રત્યક્ષ સુનાવણીનું જીવંત પ્રસારણ કરનાર ગુજરાત હાઇકોર્ટ સમગ્ર દેશમાં પ્રથમ છે. મળતી માહિતી મુજબ ગુજરાત હાઇકોર્ટે યુટ્યુબ ચેનલ ઉપર અપ્રત્યક્ષ સુનાવણી શરૂ કરી હતી. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં સ્વપ્નિલ ત્રિપાઠી VS સુપ્રીમ કોર્ટના જજમેન્ટ આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં 26 ઓક્ટોબર 2020થી યુટ્યુબ ચેનલના માધ્યમથી ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસની ખંડપીઠની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કર્યું હતું. જે બાદ 17 જુલાઈએ સાંજે 5:30 વાગ્યે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમન્ના દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરવામાં આવ્યું છે.

ઉદ્ધાટન સમયે ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ વધુમાં જણાવ્યું હતું કે, લાઈવ સ્ટ્રિમિંગથી જજ પર દબાણ વધશે પરંતુ જનપ્રિય અભિપ્રાયથી લોકોને વિમુખ રાખવા જોઈએ. લાઈવ સ્ટ્રિમિંગની આ પહેલથી લોકોમાં જસ્ટિસની ટ્રાન્સપરન્સી રહેશે. લોકોમાં ન્યાય પ્રક્રિયાનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.

ગુજરાત હાઈકોર્ટના આઈટી વિભાગના રજિસ્ટ્રાર અશોક ઉકરાણીએ  આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, 26 ઓક્ટોબર 2020થી ફર્સ્ટ કોર્ટ પ્રોસિડીગ ઓનલાઇન જોવા મળતું હતું. જ્યારે ઓપન કોર્ટ માટે 2018માં સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટ યુટ્યુબ ચેનલને અત્યાર સુધી 48 લાખ વ્યૂ મળ્યાં છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસ અને અન્ય જસ્ટિસે અન્ય કોર્ટનુ પણ લાઈવ સ્ટ્રિમિગ કરવા નિર્ણય લીધો છે. જો કે ફિઝિકલ કોર્ટ શરૂ થશે ત્યારે પણ લાઈવ સ્ટ્રિમિંગ ચાલુ રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud