ધાનપુરા તાલુકાના ડોઝગાર ગામે મોડી રાત્રે બનેલી ઘટન
દાહોદ. જિલ્લાના ધાનપુર તાલુકાના ડોઝગાર ગામે નજીવા કારણ સર થયેલ ઝગડામાં એક વ્યક્તિએ પોતાની કમરમાં ખોસેલ દેશી તમંચો કાઢી મંત્રી બચુભાઈ ખાબડના ભાણેજના કપાળના ભાગે તાકી ફાયરીંગ કર્યું હતુ. જેમાં તેઓને કપાળના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. જોકે ઝગડામાં છોડાવવા વચ્ચે પડનારની સામે પણ હુમલાખોરે તમંચો તાંકી ધાક-ધમકી આપી હતી.
મળતી માહિતી અનુસાર, ધાનપુર તાલુકાના દુધામલી ગામે પટેલ ફળીયામાં રહેતા મંત્રી બચુભાઈ ખાબડના ભાણેજ ૪૫ વર્ષીય આપસિંગભાઈ ધુળાભાઈ પટેલ તથા દિનેશભાઈ મથુરભાઈ મેડા ગત રોજ મોડી સાંજે ડોઝગાર ગામે પોતાના ખેતરમાં જઇ રહ્યાં હતા. તે વખતે એક મોટર સાઈકલ પર આવેલા સંજોઇ ગામના સુરેશ હિમલાભાઈ બારીયા તથા અન્ય એક શખ્સે પોતાની મોટર સાઈકલ આપસિંગભાઈ ધુળાભાઈ પટેલ તથા દિનેશભાઈ મથુરભાઈ મેડાની પાસે ઊભી રાખી તમે અમારા ગામમાં કેમ આવેલા છો ? તેમ કહી બેફામ બિભસ્ત ગાળો આપતા આપસિંગ ભાઈ પટેલે તેને ગાળો બોલવાની ના પાડી હતી.
જેથી સુરેશ હિમલાભાઇ બારીયાએ એકદમ ઉશ્કેરાઇ જઇ તેની કમરમાં ખોસેલ દેશી તમંચો કાઢી આપસિંગ ભાઈના કપાળ પર તાકી ફાયરિંગ કરી ગંભીર ઇજાઓ પહોંચાડી મારી નાખવાની કોશિશ કરી હતી. તે વખતે તેને છોડાવવા દિનેશભાઈ મથુરભાઈ મેડા દોડી આવતા સુરેશ બારીયાએ દિનેશભાઈ મેડા સામે તમંચો તાકી બંને જણને મારી નાખવાની ધાક ધમકીઓ આપી પોતાની મોટર સાઈકલ પર બેસી નાસી ગયા હતા.
આ સંબંધે દુધામલી ગામના પટેલ ફળિયાના ગંભીર ઈજાગ્રસ્ત આપસિંગભાઈ ધુળાભાઈ પટેલે નોધાવેલ ફરિયાદને આધારે ધાનપુર પોલીસે સંજોઈ ગામના સુરેશભાઈ હીમલાભાઈ બારીયા તથા તેની સાથેના એક ઇસમ વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને આર્મસ એક્ટ સહતી અન્ય કલમનો ઉમેરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.