• ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગ્રાન્ટેડ દ્વારા સરકારને શિક્ષકો સહિત શાળાઓના પડતર પ્રશ્ન અંગે રજુઆત કરી હતી
  • શિક્ષણ વિભાગે માન્ય અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને 7મા પગાર પંચના ચુકવવાપાત્ર રકણ મંજુર કરી
  • સરકારનો પરિપત્ર મળતા શિક્ષકોમાં આનંદની લહેર ઉઠી જવા પામી હતી

WatchGujarat. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગ્રાન્ટેડ, ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓના ઘણા લાંબા સમયથી અનેક પડતર પ્રશ્નો સહિત 7માં પગાર પંચ અંગેની રજુઆત સરકારને કરી હતી. જેના અનુસંધાને આજે શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને 7 માં પગાર પંચના બાકી નીકળતા રૂ. 2577.90 લાખ પાંચ તબક્કમાં ચુકવવામાં આવશે તેવો પરિપત્ર આપ્યો હતો. આ પરિપત્ર મળતા જ શિક્ષકોમાં આનંદની લહેર જોવા મળી છે.

ગત તા.7 ડિસેમ્બરના રોજ ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગ્રાન્ટેડ દ્વારા શિક્ષણ વિભાગ, મુખ્યમંત્રી તથા શિક્ષણ નિયામકને પ્રાથમિક શાળાઓ તથા તેના 2300 શિક્ષકોના વણઉકેલ્યા અનેક પડતર પ્રશ્ને રજુઆત કરી હતી. આ ઉપરાંત ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને 7માં પગાર પંચના બાકી નીકળતા રૂપિયા અંગે પણ રજુઆત કરાઈ હતી. જેની સામે શિક્ષણ વિભાગ દ્વારા વિચારણા કર્યા બાદ આજે રાજ્યની માન્ય અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને સાતમાં પગાર પંચના તા.01.01.2016 થી તા.31.07.2017 તફાવતની ચુકવવાપાત્ર રકમ રૂ.2577.90 લાખ પાંચ સરખા હપ્તામાં ચુકવવામાં આવશે તેમ મંજુરી આપી હતી.  જેને પગલે સંઘ દ્વારા સરકારના પ્રયાસની સરાહના કરવામાં આવી હતી.

પ્રથમ હપ્તો જાન્યુઆચરી-2022 માસના પગાર સાથએ, બીજો હપ્તો એપ્રિલ-2022 માસના પગાસ સાતે, ત્રીજો હપ્તો જુલાઈ-2022 માસના પગાર સાથે, ચોથો હપ્તો ઓક્ટોમ્બર-2022 માસના પગાર સાથે તથા પાંચમો અને અંતિમ હપ્તો જાન્યુઆરી-2023 માસના પગાર સાથે ચુકવવામાં આવશે તેમ પરિપત્રમાં જણાવવ્માં આવ્યુ હતું. આ પરિપત્રથી ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોમાં આનંદની લહેર ઉઠી ગઈ હતી. ઉપરાંત તેમના પ્રમુખ ઉજવલભાઈ પટેલે આ અનુસંધાને ગુજરાતની ગતિશીલ અને કર્મચારીઓ ના હિતોને ધ્યાનમાં લેનાર સરકાર, શિક્ષણ વિભાગ અને શિક્ષણ નિયામક નો આભાર માન્યો હતો. અન્ય પડતર પ્રશ્નો 4200 ગ્રેડપે , ફાજલનું રક્ષણ , મેડિકલ રિએમ્બર્સ, અને સરકારી પ્રાથમિક શાળામાં મર્જ તથા અન્ય પ્રશ્ન ના ઉકેલ પણ ઝડપથી આવશે એવી આશા અને અપેક્ષા દર્શાવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud