• ધોરણ 12 પછી એન્જિનીયરીંગ જેવા અભ્યાસ માટે ગુજકેટ ફરજીયાત છે
  • NCRT આધારિત 70 અભ્યાસક્રમ પરીક્ષા માટે રહેશે

WatchGujarat. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં રાજ્યમાં ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગૃપ-એ, ગૃપ-બી અને ગૃપ-એ.બી. ના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 6 ઓગસ્ટ શુક્રવારના રોજ ગુજકેટ-2021ની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજવામાં આવશે. જેનો સમય સવારે 10 થી સાંજે 4 કલાક સુધીનો રહેશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનીયરીંગ જેવા અભ્યાસ માટે ફરજીયાત ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજવામાં આવશે. ઉપરાંત જૂન-2019થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન સ્કૂલોમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનમ, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિતના NCERTના પાઠ્યપુસ્તનો અમલ થશે. NCRT આધારિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા ત્રીસ ટકા ઘટાડા બાદ નક્કી કરેલ સીત્તેર ટકા અભ્યાસક્રમ GUJCETની પરીક્ષા માટે રહેશે. ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટમાં તમામ વિષયના 40-40 MCQ’s  આપવામાં આવશે. જોકે ભૌતિક અને રસાયણશાસ્ત્રનું પેપર સયુંક્ત રહેશે. જ્યારે જીવ વિજ્ઞાન અને ગણિતનું પેપર અલગ અલગ આપવામાં આવશે.

આ સાથે જ આજથી ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ શરૂ થઈ છે. આજે રાજ્યમાં ધોરણ 10માં 3.62 લાખ જ્યારે ધોરણ 12 સાયન્સમાં 32 હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ અને એક્સટર્નલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. સવારે 10 વાગ્યાથી ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ છે. દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશતાની સાથે જ થર્મલ સ્ક્રિનીંગ અને હેન્ડ સેનિટાઈઝ કરાવી ફરજીયાત માસ્ક સાથે જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. દરેક વર્ગખંડમાં 20 વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોરોના વચ્ચે પરીક્ષા યોજાતી હોવાથી વાલીઓ પણ વિદ્યાર્થીઓની સાથે સ્કૂલે આવ્યા હતા અને સ્કૂલની બહાર પરીક્ષા પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા હતા. આગામી 28થી 30 જુલાઈ વચ્ચે ધો.12 સાયન્સના રીપીટર વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા પણ યોજાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud