• પહેલી જાન્યુઆરીથી વધારો થતાં ખેડૂતોને પડતા પર પાટુ
  • એનપીકે ખાતરનાદરમાં 250નો વધારો થતા ભાવ 1700 થયો
  • ખેડૂત સમાજની પોટાશ અને એનપીકે ખાતરની સબસિડી વધારવા માંગ

Watchgujarat.રો-મટીરિયલ્સનાં વધેલા દરની અસર એનપીકે ખાતરની ગુણની કિંમત પર થવાની શરૂઆત થઇ છે. હજુ મહિના પહેલા જ ઉત્પાદકોએ ગુણની કિંમતમાં રૂપિયા 265નો વધારો કર્યો હતો. તેમાં વધારાનો રૂપિયા 250નો નવો ભાર ઝીંકી દેતા 1040ની કિંમતે મળતી એનપીકે ખાતરની ગુણીનો દર 1700ની સપાટીએ પહોંચ્યો છે. જેના કારણે શેરડી અને રોકડીયા પાક પકવતાં ખેડૂતોના માથે વધારાનો ખર્ચ આવતાં ખેડૂત સમાજ દ્વારા પોટાશ અને એનપીકે ખાતરની સબસિડી વધારવા કેન્દ્ર સરકારને રજૂઆત કરાઇ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં વધેલા રો- મટીરિયલ્સ દરના કારણે સરકારી અને ખાનગી ફર્ટિલાઇઝર કંપની દ્વારા એનપીકે ખાતરમાં દરમાં એક મહિનાના અંતરમાં જ બે વખતમાં કુલ 500 રૂપિયાથી વધુનો વધારો કરાયો છે. જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતુ કે પોટાશના દર એપ્રિલમાં 850 રૂપિયાની નજીક હતા. તે 1 લી જાન્યુઆરી 2022થી રૂપિયા 1700 થઇ ગયા છે. તે જ પ્રમાણે એનપીકે ખાતરની કિંમત પણ 1040 રૂપિયાથી વધીને 1700 રૂપિયાને પાર થઇ છે. જેના કારણે રોકડીયા પાક અને શેરડીની ખેતી કરતાં ખેડૂતોના માથે વધારાનો ભાર ઉભો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે શિયાળામાં પણ અનેક વખત કમોસમી વરસાદ થતાં ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન વેઠવાનો વારો છે ત્યારે ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud