• મોડી રાતથી ગેસના ભાવમાં 6 રૂપિયા 45 પૈસાનો અસહ્ય ભાવવધારો
  • 70.53 રૂપિયાના જુના ભાવની સામે 76.98 રૂપિયા નવો ભાવ કરવામાં આવ્યો
  • ગુજરાત ગેસના રીપેરીંગ સેન્ટર પર પ્રેસર નહિ આવતું હોવાના આક્ષેપો

WatchGujarat.આટલી મોંઘવારી જાણે ઓછી હોય તેમ…ફરી સીએનજી ગેસમાં ભાવ વધારો ઝીંકાતા વધુ એક વખત પ્રજાને પડ્યા પર પાટુ મળ્યુ છે. ગુજરાત ગેસ દ્વારા સીએનજી ગેસમાં વધુ એક વખત ભાવ વધારો કરાયો છે. જેમાં 70.53 રૂપિયાના જુના ભાવની સામે 76.98 રૂપિયા નવો ભાવ કરવામાં આવ્યો છે. તેમજ ગુજરાત ગેસના રીપેરીંગ સેન્ટર પર પ્રેસર નહિ આવતું હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે.

મળતી માહિતી મુજબ ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોડી રાતથી ગેસના ભાવમાં 6 રૂપિયા 45 પૈસાનો અસહ્ય ભાવવધારો ઝીંકી દેવાતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે. પેટ્રોલ-ડીઝલના કૂદકેને ભૂસકે વધી રહેલા ભાવને પગલે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે. તો બીજી તરફ ગુજરાત ગેસ લિમિટેડ મોડી રાત્રે સીએનજી ગેસના રૂપિયા 6.45 અસહ્ય ભાવવધારો ઝીંકી દેતા નાગરિકોને વધુ એક મુશ્કેલી ઉભી થઇ છે.

ગુજરાત ગેસનો આજનો ભાવ 76.98 રૂપિયા થતાં જ આજે ગેસ પુરાવા આવેલ વાહનચાલકોએ સરકાર સામે રોષ ઠાલવી સત્વરે ભાવમાં નિયંત્રણ લાવવાની માંગ કરી હતી. સાથે સાથે ગુજરાત ગેસના સીએનજી પમ્પ પર રિફિલિંગમાં ઓછા પ્રેશર આવતું હોવાની પણ ફરિયાદો કરવામાં આવી હતી.

Facebook Comments Box

Videos

Our Partners