રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવી સરકારના 24 પ્રધાનોને પ્રધાનપદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા
રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક સાંજે 4:30 વાગ્યે મળશે
રાજ્યની નવી સરકારની પ્રથમ કેબીનેટ અંગે મુખ્યપ્રધાન કાર્યાલયના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી માહિતી આપવામાં આવી
WatchGujarat. છેલ્લા બે દિવસથી મંત્રીમંડળમાં કોણ રહેશે અને કોણ જશેની અટકળોનો આજે અંત આવ્યો હતો. આજરોજ રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવી સરકારના 24 પ્રધાનોને પ્રધાનપદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા અને રાજ્યનાના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવી ગયું છે. પ્રધાનમંડળમાં 100% નો-રીપીટ થીયરી અપનાવવામાં આવી છે.
આજરોજ યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રાજેનદ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, રુષિકેશ પટેલ, પૂ્ર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુભાઈ દેસાઈ, કિરીટસિંહ રણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર અને અર્જુનસિંહ ચૌહાણે કેબીનેટ પ્રધાન તરીકેના શપથ લીધા છે.
આજરોજ યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં 10 કેબીનેટ પ્રધાનો ઉપરાંત હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડીંડોર, કીર્તિસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવજી મકવાણા, વિનોદ મોરડીયાઅને દેવાભાઈ માલમ આ 14 ધારાસભ્યોએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા.
https://twitter.com/CMOGuj/status/1438405027484233728?s=20
રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક સાંજે 4:30 વાગ્યે મળવા જઈ રહી છે. આ પ્રથમ કેબીનેટ બેઠકમાં તમામ નવા પ્રધાનોને ખાતાની ફાળવણી થશે, જેમાં કેબીનેટ પ્રધાનોને નાણા, આરોગ્ય, મહેસુલ, શિક્ષણ, કૃષિ, વાહનવ્યવહાર જેવા મહત્વના ખાતા આપવામાં આવશે તેમજ અન્ય પ્રધાનોને રાજ્યકક્ષાના અને સ્વતંત્ર હવાલો આપવામાં આવશે. રાજ્યની નવી સરકારની પ્રથમ કેબીનેટ અંગે મુખ્યપ્રધાન કાર્યાલયના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છે.
હવે મંત્રીઓને કરવામાં આવતી ખાતાની ફાળવણી અને ત્યાર બાદ તેમની કામગીરી પર સૌ કોઇની નજર હશે. નવા મંત્રીઓ પાસે પોતાની કુશળતા બતાવવા માટે માત્ર 13 મહિના જેટલો સમય છે.