• પહેલીવાર રોડના સમારકામ માટે સરકાર દ્વારા અનોખું અભિયાન હાથ ધરાયું, માર્ગમાં ખાડા હોય તો વોટ્સએપ અને ઈ-મેલથી ફોટા મોકલી શકાશે
  • માર્ગમાં ખાડા હોય તો 99784 03669 નંબર પર તસ્વીર સાથે મોકલો વોટ્સએપ મેસેજ, ઈ-મેલથી મોકલો વિગત
  • માર્ગ મરામત મહાઅભિયાન અંતર્ગત માર્ગ મકાન મંત્રીએ લોકો પાસે માંગી વિગતો, સરકાર કરાવશે માર્ગ મરામત
  • 1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચાલશે

WatchGujarat. જર્જરીત જાહેર માર્ગોના કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે ચોમાસાની સિઝનમાં રસ્તામાં ખાડા હોવાથી ભારે અકસ્માત સર્જાવાની ભીતી રહે છે. તંત્રને અનેક રજૂઆતો છતાં પણ ઘણી વાર આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ સમસ્યા માટે એક અનોખું અભિયાન હાથ ધરાયું છે. સરકાર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં અભૂતપૂર્વ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેનું નામ છે માર્ગ મરામત મહાઅભિયાન. આ અભિયાન અંતર્ગત માર્ગ અને મકાન મંત્રી દ્વારા લોકો પાસેથી જર્જરીત માર્ગોની વિગતો મંગાવવામાં આવી છે. જેમાં તમે માર્ગમાં ખાડા હોય તો તેનો ફોટો મોકલી શકો છો અને તેની મરામત સરકાર દ્વારા કરાવવામાં આવશે.

રાજ્યમાં પહેલીવાર રોડના સમારકામ માટે આ અનોખું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. આ માર્ગ મરામત મહાઅભિયાન મુજબ તમારા વિસ્તારમાં ક્યાય પણ માર્ગમાં ખાડા હોય તો તમે વોટ્સએપ દ્વારા ફોટા મોકલી શકશો. એટલું જ નહીં ઈમેલ દ્વારા પણ તમે આ ફોટો અન તેની વિગતો મોકલી શકો છો. આ વિગતોની મદદથી સરકાર દ્વારા તેના પર એક્શન લઈને તેનું બાદમાં સમારકામ કરવામાં આવશે. મહત્વનું છે કે આ માર્ગ મરામત મહાઅભિયાન આગામી 1થી 10 ઓક્ટોબર સુધી ચાલશે. માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ આ અંગે જાહેરાત કરી છે. અને લોકો પાસે માર્ગમાં પડેલા ખાડા અંગે માહિતી મંગાવી છે.

કઈ રીતે વિગતો મોકલવી

1 થી 10 ઓક્ટોબર સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ માર્ગમાં ખાડા હોય તો તેની વિગતો અને ફોટો તમે 99784 03669 વોટ્સએપ નંબર પર મોકલી શકશો. આ ઉપરાંત https://t.co/zDJAP2tdU0 પર પણ વિગતો મોકલી શકાશે.

આટલી વિગતો આપવાની રહેશે

માર્ગમાં ખાડાના ફોટો સાથે કેટલીક વિગતો પણ આપવાની રહેશે. જેમાં તસ્વીર સાથે તમારૂ નામ, મોબાઈલ નંબર, મરામત વાળી જગ્યાનું સરનામું, ગામનું નામ, તાલુકો, જિલ્લાનું નામ અને પીનકોડ સહીતની તમામ માહિતી મોકલવાની રહેશે. સરકારની જાહેરાતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માત્ર વોટ્સએપ દ્વારા જ વિગતો આપવા વિનંતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud