રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 82.40 ટકા વરસાદ નોંધાયો, હવે માત્ર 10 ટકા જ વરસાદની ઘટ
રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા, હાલ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે, મહેસાણામાં વરસાદના કારણે જનજીવન બેહાલ
WatchGujarat. શ્રીજીના વિસર્જન બાદ પણ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી મહેર યથાવત છે. ત્યારે વડોદરા, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં આજે જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી ચાર દિવસ અતિભારે વરસાદ રહેશે. ઉપરાંત અમદાવાદમાં પણ ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં પણ છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં હજી પણ વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. ઉલ્લેખનીય છે કે આજે ભારે વરસાદના પગલે અમદાવાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 28 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ જોવા મળશે. ઉપરાંત 29 તારીખે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 82.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે ભારે વરસાદના પગલે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 82.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં હવે માત્ર 10 ટકા જ વરસાદની ઘટ છે. ઝોન પ્રમાણે વરસાદના આંકડા પર નજર કરીએ
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 93 ટકા વરસાદ
કચ્છમાં 88 ટકા વરસાદ
દક્ષિણ ગુજરાતમાં 82 ટકા વરસાદ
મધ્ય ગુજરાતમાં 74 ટકા વરસાદ
ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 67 ટકા વરસાદ નોંધાયો
મહેસાણામાં ચારેય બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
મહેસાણામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે જિલ્લાના મોઢેરા રોડ, સ્વામિનારાયણ મંદિર, ગ્રીનપાક સોસાયટી, સરદારનગર સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. મહેસાણા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. કેટલાક વાહન ચાલકોના તો વાહનો પાણીની વચ્ચે ફસાઈ ગયા હતા. મહેસાણામાં અત્યાર સુધી સીઝનનો 69 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે મહેસાણા શહેરમાં 65 ટકાથી વધુ વરસાદ પડ્યો છે.
- રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 82.40 ટકા વરસાદ નોંધાયો, હવે માત્ર 10 ટકા જ વરસાદની ઘટ
- રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
- અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા, હાલ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
- દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે, મહેસાણામાં વરસાદના કારણે જનજીવન બેહાલ