WatchGujarat. કોઈ પણ સમયે ખવાતી બટાકા કે કેળાની વેફર્સ તમારા માટે ખાસ હોય છે. હવે પહેલાની જેમ તડકામાં સૂકવીને તેને બનાવવાના બદલે તમે તેને માઈક્રોવેવમાં ઝડપથી બનાવીને મજા માણી શકો છો.  હવે તમારે બજારમાં મળતી તૈયાર ચિપ્સને ટાટા કરીને હવે જાતે જ ગણતરીની મીનીટોમાં બનાવી શકો છો.

કેળા કે બટાકાની વેફર્સ ખાવાની મજા પડે છે. પણ જો તમે તેને ઘરે સરળતાથી બનાવવા ઈચ્છો છો તો તમે તેને માઈક્રોવેવની મદદથી ફક્ત 10 મિનિટમાં બનાવી શકો છો. તો જાણો રેસિપિ.

બટાકાની વેફર્સ

સામગ્રી –

    2 મોટા બટાકા

    1/4 ટી સ્પૂન કાળું મીઠું

    1/4 ટી સ્પૂન કાળા મરીનો પાવડર

    1/4 ટી સ્પૂન આમચૂર પાવડર

    1 ટીસ્પૂન તેલ

કેવી રીતે બનાવશો, જાણો 

માઈક્રોવેવમાં વેફર્સ બનાવવા માટે સૌ પહેલા બટાકાને ધોઈને છોલી લો.  હવે ચપ્પૂ કે વેફર મશીનની મદદથી તેની સ્લાઈસ તૈયાર કરો. માઈક્રોવેવ સેફ વાસણ લો. તેમાં વેફર, તેલ, મીઠું, મરી પાવડર, આમચૂર પાવડર બધું સારી રીતે મિક્સ કરી લો. હવે માઈક્રોવેવને 7 મિનિટ પર વધારે તાપમાન પર સેટ કરો અને બાઉલને માઈક્રોવેવમાં રાખો. નક્કી સમય બાદ તમે જોશો કે બટાકાની ક્રિસ્પી વેફર્સ તૈયાર હશે. તમે આ રીતે કેળાની વેફર્સ પણ બનાવી શકો છો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud