• ઘઉં, ચણા, ધાણા, જીરૂ, જુવાર, કઠોળ, શાકભાજી અને ઘાસચારાનું વાવતેર : સૌથી વધુ ચણાનું વાવેતર
  • જિલ્લાના ૯ તાલુકામાં કુલ 1,26,040 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવતેર થયું
  • સામાન્ય રીતે 15 ડિસેમ્બર સુધી શીયળુ પાકનું વાવેતર થતુ હોય

WatchGujarat જૂનાગઢ જિલ્લામાં શિયાળુ વાવેતર પૂર્ણતાની આરે છે. ઘઉં, ચણા, ધાણા, જીરૂ, જુવાર, કઠોળ, શાકભાજી અને ઘાસચારો સહિત જિલ્લામાં કુલ 1,26,040 હેક્ટરમાં વાવેતર થયું છે. સામાન્ય રીતે 15 ડિસેમ્બર સુધી શીયળુ પાકનું વાવેતર થતુ હોય છે.

જૂનાગઢ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર જિલ્લાના 9 તાલુકામાં કુલ 1,26,040 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવતેર થયું છે. જેમાં ઘઉં 44,505 હેક્ટર, ચણા 50,545 હેક્ટર, જુવાર 370 હેક્ટર, મકાઇ 20 હેક્ટર, બાજરી 80 હેક્ટર, શેરડી 34 હેક્ટર, જીરૂ 1,086 હેક્ટર, ધાણા 17,635 હેક્ટર, લસણ 360 હેક્ટર, ડુંગળી 822 હેક્ટર, કઠોળમાં મગ 485 હેક્ટર, વાલ 10 હેક્ટર, તુવેર 325 હેક્ટર તેમજ શાકભાજી 2,178 હેક્ટર અને ઘાસચારો 3,615 હેક્ટર તથા અન્ય પાકો સહિત જિલ્લામાં કુલ 1,26,040 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર થઇ ચુક્યું છે.

જિલ્લામાં સૌથી વધુ ચણાનું 50,545 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે જિલ્લાના 9 તાલુકામાંથી કેશોદ તાલુકામાં સૌથી વધુ ધાણાનું વાવેતર થયું છે. સારા વરસાદને કારણે ખેડુતોને શિયાળા પાકની સારી એવી આશા સેવાઇ રહી છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીઓએ જણાવે છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે,  શીયાળુ પાકનું છેલ્લા ત્રણ વર્ષનું વાવેતર જોઇએ તો 2017-18માં 1,40,343 હેકટરમાં2018-19 માં 1,08,591 હેકટરમાં અને 2019-20 માં 2,00,973 હેકટરમાં વિવિધ પાકનું વાવેતર થયુ હતુ. ચાલુ વર્ષે શીયાળુ પાકના ફાયનલ વાવતેર 15 ડિસેમ્બર થશે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં1,26,040 હેકટરમાં થઇ ચૂક્યું છે. જેમાં હજી વધારો થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud