• 17 માર્ચે અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો
  • 17 થી 31 માર્ચ દરમિયાન શહેરમાં 24 કેસ નોંધાયા હતા
  • 9 મહિનામાં સૌથી વધુ 9154 કોરોનાના કેસ મે મહિનામાં નોંધ્યા
  • 9 મહિનામાં સૌથી ઓછા 2996 કોરોનાના કેસ એપ્રિલ મહિનામાં નોંધ્યા
  • શહેરમાં રવિવારે નવા 319 કેસ, 11નાં મૃત્યુ થયાં
  • મે-જૂનની તુલનાએ નવેમ્બરમાં મૃત્યુઆંક ઓછો, કુલ 141 મોત

#AHEMDABAD - જૂન મહિના પછી ફરી 6000થી વધુ કોરોનના કેસ નવેમ્બરમાં નોંધાયા

WatchGujarat  દિવાળીબાદ અમદાવાદમાં કોરોનની બીજી લહેર જોવા મળી હોય તેમ લાગી રહ્યું છે. તહેવારમાં ઉજવણીની આડમાં લોકોએ ભાન ભૂલતા એકાએક કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારે સરકાર દ્વારા સંપૂર્ણ કર્ફયુથી લઇ રાત્રી કર્ફ્યુ લગાવવમાં આવ્યું છે. અમદાવાદમાં જૂન મહિના પછી પહેલીવાર નવેમ્બર મહિનામાં કોરોનાના 6000થી વધુ કેસો સામે આવ્યા છે. નવેમ્બર મહિનામાં કોરોનાના 6693 કેસ નોંધયા છે.

તહેવારોના કારણે 11 નવેમ્બરથી સતત કેસમાં વધારો નોંધાયો છે. અને 20 દિવસમાં જ 5080 કેસ નોંધાયા છે. મે મહિનામાં 9154 અને જુન મહિનામાં 8677 કેસ નોંધાયા હતા. જોકે, મે અને જુનની સરખામણીએ નવેમ્બરમાં મૃત્યુઆંક ઓછો થયો છે. સૌથી વધુ મૃત્યુ મે માં 693 અને જુનમાં 597 નોંધાયા હતા. જ્યારે નવેમ્બર મહિનામાં 141 નોંધાયા છે. બીજીતરફ રવિવારે નવા 319 કેસ નોંધાયા હતા. જ્યારે 11 દર્દીના મૃત્યુ થયા હતા. જોકે, છેલ્લા 1 સપ્તાહ પછી માઈક્રો કન્ટેઈનમેન્ટની સંખ્યામાં આશ્ચર્યજનક ઘટાડો થયો છે. રવિવારે માત્ર 7 જ વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં જાહેર કરવામાં આવ્યા હતા.

AMCના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ સબ-ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય હિતેન્દ્ર રાઠોડનું કોરોનાના કારણે અવસાન થયું હતું. છેલ્લા એક સપ્તાહમાં મ્યુનિ.ના બે અધિકારીઓ કોરોનાથી મૃત્યું પામ્યા હતા. ઉલ્લેખનીય છેકે, શહેરની 101 ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર સાથેના આઈસીયુના 14 બેડ ખાલી છે. જ્યારે વેન્ટિલેટર વિનાના આઈસીયુના 30 બેડ ખાલી છે. તેજ રીતે HDUના 132 બેડ ખાલી છે. ઉપરાતં આઈસોલેશનના માત્ર 418 બેડ ખાલી છે. દર્દીઓ વધતાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં બેડ ફૂલ થઈ ગયા છે.

ક્યાં મહિનામાં કોરોનાના કેટલા કેસ નોંધાયા

એપ્રિલ :- 2996
મેં :- 9154
જૂન :-8677
જુલાઈ :-5136
ઓગસ્ટ :-4490
સપ્ટેમ્બર :-4694
ઓક્ટોબર :- 5142
નવેમ્બર :-6693

More #Covid #Corona #Ahemdabad News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud