બેરોજગાર પતિને પત્નીએ ઘરમાંથી કાઢી મુક્યો.
પત્ની અને બાળકો ઉંઘતા હતા ત્યારે બારીમાંથી પતિએ એસિડ ફેક્યું.
પોલીસે પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અમદાવાદઃ અમદાવાદમાં યુવકે પોતાના પરિવાર પર જ એસિડ એટેક કર્યુ હતું. પતિ કમાવવા ના જતા પત્નીએ તેને ઘરમાંથી કાઢી મુક્યો હતો. થોડા સમય પછી તે પત્ની પાસે માફી માંગવા ગયો હતો. જોકે, પત્નીએ માફ ના કરતા પતિએ પોતાના પરિવારજનો ઉપર જ એસિડ ફેક્યુ હતું. જેમાં તેના પુત્રને એસિડની અસર થઇ હતી.
શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા વિનોદ ચીખ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં તેની પત્નીએ ફરિયાદ નોંધાવી હતી. વિનોદના લગ્ન 24 વર્ષ પહેલા થયા હતા. જોકે, પછી તેના સંતાનોના જન્મ થતા તે નોકરી ધંધો કરતો નહતો, જેથી પત્ની અવાર નવાર તેને કામ ધંધો કરવા માટે ટોકતી હતી. અંતે પત્નીએ કંટાળીને પતિને ઘરમાંથી કાઢી મુક્યો હતો. ત્યારબાદ વિનોદ અન્ય એક જગ્યાએ એકલો રહેતો હતો. એક દિવસ તે ફરી પોતાના ઘરે પત્ની પાસે માફી માંગવા આવ્યો હતો. જોકે, પત્નીએ તેના પતિને માફના કરતા ઝઘડો કર્યો હતો.
દરમિયાન વિનોદ ગુસ્સે થયો હતો અને તેને પત્ની અને બાળકો ઉંઘતા હતા ત્યારે ઘરની બારીમાંથી તેમની ઉપર એસિડ ફેક્યુ હતું. એસિડને કારણે તેના પુત્ર પર અસર થઇ હતી. પુત્રને આંખો અને અન્ય જગ્યાએ બળતરા થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી વિનોદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- બેરોજગાર પતિને પત્નીએ ઘરમાંથી કાઢી મુક્યો.
- પત્ની અને બાળકો ઉંઘતા હતા ત્યારે બારીમાંથી પતિએ એસિડ ફેક્યું.
- પોલીસે પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી