• 4 કામદારો પૈકી એક કામદારની હાલત ગંભીર હોવાથી વડોદરા ખસેડાયો
  • ડાય મશીનમાં શોર્ટ સર્કિટ વેળા ફરજ પર 12 કામદારો હતા
  • દાઝેલા એક કામદારનો નોકરીનો પહેલો દિવસ હતો

અંકલેશ્વર. નોકરીના પ્રથમ દિવસે જ 1 યુવાન સહિત 4 કામદારો દાઝી જવાની ઘટના અંકલેશ્વરની ગેલેક્ષી ડાયસ્ટફ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા વેળા ઘટી હતી. ચાર કામદાર દાઝી જતા ગંભીર હાલત માં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. ઘટના અંગે જીઆઇડીસી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાય છે સાથે જ ફેક્ટરી ઇન્સ્પેક્ટરે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ આરંભી હતી.

અંકલેશ્વર જીઆઈડીસીમાં ડાઇઝ બનવાતી ગેલક્ષી ડાયસ્ટફ લિમિટેડ કંપનીમાં ગત રોજ ડાય સ્ટફ મશીન શોર્ટ શર્કીટ થતા આગ લગતા ત્યાં 12 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા. જે પૈકી 4 જેટલા કામદારો દાઝી જતા તેને ગંભીર હાલતમાં અંકલેશ્વર શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઘટના અંગે કંપની સંચાલક અશ્વિન હીરપરાએ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ આરંભી હતી. ઘટનામાં દાઝી જતા પારસ ગોવિદ મોખરીયા, મહેશ ફતેસિંહ વસાવા, અશ્વિન રમેશ પારધી અને અલ્કેશ ગામીતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક કામદારની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે વડોદરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને નજરે જોનાર અલ્કેશ ગામીતએ જણાવ્યું હતું કે, 12 જેટલા કામદારો પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ડાય મશીનમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જ્યાં તે તેમજ અન્ય 3 કર્મચારી કામ કરતા તેવો દાઝી ગયા હતા. વધુ માં તેણે ઉમેર્યું હતું કે તેનો કંપનીમાં આજે પહેલો દિવસ હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud