WatchGujarat રાજ્યના સરકારી ઈન્ટર્ન ડૉકટરો એપ્રિલ મહિનાથી કોવિડ સેન્ટરમાં સતત ફરજ બજાવી રહ્યા છે અને તેમાં 300 જેટલા ડૉકટરો કોરોના સંક્રમિત થયા છે. સિનિયર ડૉકટરો સાથે તેઓ સતત ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેમને રૂ. 12,800 જેટલું વેતન આપવામાં આવી રહ્યું છે. જે ગુજરાત સરકાર અન્ય રાજ્યના ડૉકટરોને મળતા વેતન મુજબ ઓછું છે. વેતન વધારવા માટે નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય સચિવ સહિતના અધિકારીને વારંવાર રજૂઆત કરી છતાં કોઈ નિર્ણય લેવાયો નથી, જેથી તેમની ત્રણ માગણી નહિ સ્વીકારાય ત્યાં સુધી રાજ્યના 2000 જેટલા ઇન્ટર્ન ડૉકટરો હડતાળ પર રહેશે.
અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ ખાતે ઈન્ટર્ન ડૉકટરોએ ભેગા થઈ પ્લેકાર્ડ સાથે પોતાની માગણીઓ રજૂ કરી
રાજ્યના તમામ ઈન્ટર્ન ડૉકટરોએ હવે સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારવાની માટેની માગણી સાથે આજથી કોરોના સહિતની તમામ સેવાઓથી અળગા રહી હડતાળ પર ઊતરી ગયા છે. અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ ખાતે ઈન્ટર્ન ડૉકટરોએ ભેગા થઈ પ્લેકાર્ડ સાથે પોતાની માગણીઓ રજૂ કરી હતી. કોરોનાના સમયગાળામાં અન્ય રાજ્ય કરતાં ઓછું વેતન ગુજરાત સરકાર ડોકટરોને આપી રહી છે એવો ઈન્ટર્ન ડૉકટરોએ આક્ષેપ કર્યો છે.ડૉક્ટરોની હડતાળને લઈને તમામ મેડિકલ કોલેજોના ડીન અને સુપ્રિટેન્ડેન્ટની નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજાશે.
https://twitter.com/WatchGujarat/status/1338391613299572738?s=19
વડોદરાની સયાજી અને ગોત્રી મેડિક્લ હોસ્પિટલના 330 જેટલા ઇન્ટર્ન ડોકટર્સ સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર
વડોદરાની સયાજી અને ગોત્રી મેડિક્લ હોસ્પિટલના ઇન્ટર્ન ડોકટર્સ સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. જ્યાં બન્ને હોસ્પિટલના 330 જેટલા ઇન્ટર્ન તબીબો દ્વારા સુપ્રિટેન્ડન્ટની ઓફીસ બહાર પ્લે કાર્ડ સાથે દેખાવો કરી સુત્રોચ્ચાર કર્યા હતા. અને જ્યાં સુધી તેઓની માંગ સ્વિકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.
સુરત સિવિલ હોસ્પિટલના 150 જેટલા ઈન્ટર્ન તબીબો હડતાળ પર
સુરત સિવિલ હોસ્પિટલના 150 જેટલા ઈન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરી ગયા છે. ઈન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા હોવાથી ટ્રોમા સેન્ટર, ઓપીડી, વોર્ડ અને ઓટીમાં અસર દેખાઈ રહી છે. જ્યારે ઇન્ટર્ન તબીબોની હડતાળના પગલે કોવિડ હોસ્પિટલમાં પણ મુશ્કેલી ઉભી થઈ શકે તેવી શક્યતા રહેલી છે.
ઇન્ટર્ન તબિબોની હડતાલમાં ગાંધીનગર મેડિકલ કોલેજના 150 તબિબો પણ જોડાઇને તારીખ 14મી, સોમવારે કામગીરીથી અળગા રહેશે
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજના 150 જેટલા ઇન્ટર્ન તબીબોને મોંઘવારીની અસર થઇ રહી હોય તેમ પ્રતિ માસ મળતા રૂપિયા 13000ના સ્ટાઇપન્ડમાં વધારો કરીને રૂપિયા 20000 આપવાની માંગણી ઉઠી છે. ત્યારે સ્ટાઇપન્ડ વધારાની માંગણી સાથે રાજ્યભરના ઇન્ટર્ન તબિબોની હડતાલમાં ગાંધીનગર મેડિકલ કોલેજના 150 તબિબો પણ જોડાઇને તારીખ 14મી, સોમવારે કામગીરીથી અળગા રહેશે.કોરોનાની મહામારીમાં પણ દર્દીઓની સારવાર માટે ખડેપગે રહેતા ઇન્ટર્ન તબીબોને દર મહિને મળતા સ્ટાઇપેન્ડમાં વધારો નહી કરીને અન્યાય કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ પીડીયું મેડિકલ કોલેજ કેમ્પસ ખાતે 150 જેટલા ઇન્ટર્ન ડોકટરોએ વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા
કોરોના મહામારી વચ્ચે ગુજરાતની તમામ સરકારી અને GMERS તેમજ મ્યુનિસિપલ મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબો આજથી અચોક્કસ મુદ્તની હડતાળ પર ઉતર્યા છે. જે અંતર્ગત રાજકોટ પીડીયું મેડિકલ કોલેજ કેમ્પસ ખાતે 150 જેટલા ઇન્ટર્ન ડોકટરોએ વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. અને માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
શું છે કોરોના વોરિયર ઇન્ટર્ન ડોક્ટરોની માંગ ?
હાલ MBBS ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઈપેન્ડ પેટે 12,800 રૂપિયા આપવામાં આવે છે જે વધારીને 20,000 કરવા થઈ રહી છે માગ
સ્ટાઈપેન્ડમાં વધારો એપ્રિલ 2020 થી સ્વીકારી બાકીની રકમ સરકાર એરિયર્સરૂપે આપે : ઇન્ટર્ન તબીબો
એપ્રિલ મહિનાથી અત્યાર સુધી બજાવેલી ફરજના સમયગાળાને બોન્ડ સમયગાળામાં 1:1 ગણીને ઇન્ટર્નશીપ પૂર્ણ થયે તમામ ઇન્ટર્ન તબીબોને બોન્ડ મુક્ત ગણવાની માગ કરાઈ રહી છે
કોવિડમાં બજાવેલી ફરજના ભાગરૂપે પ્રોત્સાહિત માનદ મહેનતાણું ઓછામાં ઓછું પ્રતિદિન 1 હજાર લેખે આપવામાં આવે તેવી ઇન્ટર્ન તબીબોની માગ
કોરોના વોરિયર ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળના પગલાં
આજથી રાજ્યભરના MBBS ઇન્ટર્ન તબીબો હડતાળ પર
રાજ્યની તમામ સરકારી કોલેજો અને GMERS હસ્તકના ઇન્ટર્ન ડોક્ટર્સ કામકાજથી અળગા
રાજ્યમા 2,000 જેટલા ઇન્ટર્ન તબીબો હડતાળ પર
ઇન્ટર્ન ડોક્ટરોની કામગીરી એક પણ વેતન અલગ અલગ હોવાથી વિરોધ
ઇન્ટર્ન તબિબો કોવિડ હોસ્પિટલમાં ઉભી થઈ શકે છે મુશ્કેલી
હાલ મળતા સ્ટાઈપેન્ડમાં વધારો, કોવિડ ડ્યુટી બદલ ઈનસેન્ટિવની માગ સાથે ઇન્ટર્ન તબીબો અનેકવાર કરી ચુક્યા છે રજુઆત
More #તબીબો #State wide #Stike #Intern doctors #GMERS #Gujaratinews #Watchgujarat
WatchGujaratરાજ્યના સરકારી ઈન્ટર્ન ડૉકટરો એપ્રિલ મહિનાથી કોવિડ સેન્ટરમાં સતત ફરજ બજાવી રહ્યા છે અને તેમાં 300 જેટલા ડૉકટરો કોરોના સંક્રમિત થયા છે. સિનિયર ડૉકટરો સાથે તેઓ સતત ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેમને રૂ. 12,800 જેટલું વેતન આપવામાં આવી રહ્યું છે. જે ગુજરાત સરકાર અન્ય રાજ્યના ડૉકટરોને મળતા વેતન મુજબ ઓછું છે. વેતન વધારવા માટે નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય સચિવ સહિતના અધિકારીને વારંવાર રજૂઆત કરી છતાં કોઈ નિર્ણય લેવાયો નથી, જેથી તેમની ત્રણ માગણી નહિ સ્વીકારાય ત્યાં સુધી રાજ્યના 2000 જેટલા ઇન્ટર્ન ડૉકટરો હડતાળ પર રહેશે.