• આગની ઘટનામાં અસરગ્રસ્તતોને 4 લાખની સહાય
  • આગની દુર્ઘટનામાં જાન ગુમાવનારા કમનસીબ વ્યક્તિઓ પ્રત્યે મુખ્યમંત્રી રૂપાણીએ સંવેદના વ્યક્ત કરી
  • અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલી કેમીકલ ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટનામાં 9 લોકોના મોત
  • પીએમ મોદીઓ ઘટના અંગે ટ્વિટ કરી સંવેદના વ્યક્ત કરી
  • રેસ્ક્યુ કામગીરી ચાલી રહી હોવાને કારણે મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા

ગાંધીનગર. બુધવારે બપોરે અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલી ફેક્ટરીના બોયલરમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના બની હતી. બ્લાસ્ટને કારણે કેમીકલ ફેક્ટરીની આસપાસ આવેલી કંપનીની છત ધરાશાયી થતા 25 જેટલા લોકો ફસાયા હતા. જેમાંથી સામાન્ય પરિવારના 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બપોરે બનેલી ઘટનાની સંવેદના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાંજે વ્યક્ત કરી હતી. જો કે કહેવાતી સવેંદનશીલ સરકારના CM રૂપાણીએ PM મોદી દ્વારા ઘટનામાં જીવગુમાવનાર અને અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના દાખવ્યા બાદ CM રૂપાણીએ છેક સાંજે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. આ ઘટના બાદ સમગ્ર તંત્ર દોડતું થયું છે. જેમાં CM રૂપાણીએ તત્કાલ 2 ઉચ્ચ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે. અને અસરગ્રસ્તોને રૂ,4 લાખ આપવાની જાહેરત કરી છે.

આગ અકસ્માતની ઘટનાને કારણે આગ પર કાબુ મેળવી લીધા બાદ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી. સ્થળ પર શાહ આલમ, સરખેજ ઘોડાસર, નારોલ, વટવા 1 & 2, લાંભાથી 108 ઘટનાસ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તોને એલ.જી હૉસ્પિટલ માટે રવાના કરવામાં આવ્યા હતા. આગ અકસ્માતમાં નજમુનિશા શેખ (ઉં.વ.30), ક્રિશ્ચિયન રાગિણી (ઉં.વ.50), કલુઆ બુંદુ (ઉં.વ.41), યુનુસ મલિક મૃત્યુ પામ્યા હતા. અન્ય 5 મૃતકોની ઓળખ કરવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું. અને ઘટના અંગે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. અને સ્થાનિક સત્તાધીશોને ઇજાગ્રસ્તની જરૂરી મદદ પહોંચાડવા માટે જણાવ્યું હતું. આગની આ ઘટના માટે CM રૂપાણીએ તાત્કાલિક બે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપી છે. શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને જી.પી.સી.બી.ના ચેરમેન સંજીવકુમાર આગ દુર્ઘટનાની તપાસ કરશે. ઉપરાંત દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતકના વારસદારને રૂપિયા ૪ લાખની સહાય આપવાની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરી છે.

ગોડાઉનમાં આગ લાગતા જોત જોતામાં એ આગ એટલી વિકરાળ બની ગઈ કે તેની આસ પાસ આવેલ બીજા 9 ગોડાઉનને અસર થઈ હતી. જ્યારે કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. અત્યાર સુધી આ ઘટનામાં 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. અને 14 ને બચાવી લેવાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud