• 81 ઉમેદવારોના ભાવિ EVM માં સીલ થયા
  • હવે 10 નવેમ્બરના રોજ થશે મત ગણતરી
  • સૌથી વધુ ડાંગમાં 74.71 ટકા અને સૌથી ઓછું ધારીમાં 45.74 ટકા મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીમાં શાંતિપુર્ણ રીતે મતદાન પુરૂ થઇ ગયું છે. સવારે 7 વાગે શરૂ થયેલ મતદાન સાંજે 6 વાગે પુર્ણ થઇ ગયું છે.

મતદાન પુર્ણ થયા બાદ જાહેર થયેલ આકડા પ્રમાણે આજનું કુલ 58.14 ટકા મતદાન થયું છે. જેમાં ડાંગ જીલ્લામાં સૌથી વધુ 74.71 ટકા મતદાન નોંધાયું છે. તો અમરેલી જીલ્લામાં સૌથી ઓછું 45.74 ટકા મતદાન નોંધાયું છે. કુલ 81 ઉમેદવારોના ભાવી EVM માં સીલ થઇ ગયા છે. જે હવે 10 નવેમ્બરના રોજ મત ગણતરી થશે. ત્યારે તમામ 8 બેઠકો પર કેવું રહ્યું મતદાન તેના પર ટુંકો અહેવાલ.

જાણો, સાંજે 6 વાગ્યા સુધીમાં કઇ બેઠક પર કેટલું મતદાન થયું

ધારીઃ 45.74%
ગઢડાઃ 47.86%
ડાંગઃ 74.71%
અબડાસાઃ 61.31%
મોરબીઃ 51.88%
લીંબડીઃ 56.04%
કરજણઃ 65.94%
કપરાડાઃ 67.34%

અમરેલીમાં રહ્યું નિરસ મતદાન

અમરેલીની ધારી બેઠકમાં મતદાન નિરસ રહ્યું હતું. ધારીના સરસીયા ગામે 4 બુથમાં માત્ર 40 થી 45 ટકા મતદાન જ નોંધાયું હતું. મતદાનની અંતિમ કલાકોમાં પણ મતદારોએ ઉદાસીનતા બતાવી હતી. જો કે મતદાન પ્રમાણમાં ખુબ જ શાંતિપુર્ણ રહ્યું.

મોરબીમાં વાયરલ વીડિયો બાદ બંને પક્ષ સામે સામે આક્ષેપો શરૂ કર્યા હતા

મતદાન સમયે મોરબીની બોયઝ હાઈસ્કૂલમાં ભાજપની પત્રિકા બુથમાં મળવાનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા બુથમાં બેઠેલા કર્મચારીને ધરપકડની માંગ કરવામાં આવી હતી. બુથમાં પત્રિકા લઇ જનાર અને વિડિયો બનાવનાર સામે ફરીયાદ નોંધવામાં આવશે તેવી બાંહેધરી અધિક કલેકટર દ્વારા આપવામાં આવી હતી . બે અજાણ્યા શખ્સની સામે આચાર સંહિતા ભંગની ફરીયાદ દાખલ કરવામાં આવી.

પાલીતાણાના MLA ભીખાભાઇએ આચારસંહિતાનો ભંગ કર્યો

પાલીતાણાના MLA ભીખાભાઇ બૈરાયાએ આચારસંહિતાનો ભંગ કર્યો હતો. ચૂંટણી પંચની મનાઇ હોવા છતા પણ ભીખાભાઇ બારૈયા ઢસા મતદાન મથકનજીક ભાજપના સ્થાનિગ આગેવાનો સાથે મિટિંગ યોજી હતી. પોતાની ગાડીમાં કમળના નિશાન અને MLA નું પાટીયું લગાવી મતદાન મથકના 100 મીટરના હદ વિસ્તારમાં ગાડી લઇને આવ્યા અને બેઠક યોજવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

CM ના પત્ની મોરબીમાં ચાલુ મતદાને પ્રચાર કર્યાનો કોંગ્રેસનો આરોપ

રાજકોટના મોરબી બેઠક પર મતદાનમાં CM વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી ચાલુ મતદાને પ્રચાર કર્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે ચુંટણી પંચને CM રૂપાણીના પત્ની અંજલી રૂપાણી સામે કાર્યવાહીની માગ ઉઠાવી છે.

લીંબડીના ગેડી ગામે બોગસ મતદાનની ફરિયાદ

સુરેન્દ્રનગરના લીંબડી બેઠક પર ગેડી ગામે ભાજપ દ્વારા બોગસ મતદાનની ફરિયાદ કોંગ્રેસે કરી છે. કોંગ્રેસે પ્રિસાઇડિંગ ઓફિસર અને ડેપ્યુટી કલેકટરને રજૂઆત કરી હતી. જેમાં એક વ્યક્તિ 5થી વધુ વખત મત આપી રહ્યાં ફરિયાદ કરવામાં આવી છે. પણ આ અંગે લીંબડી નાયબ ચુંટણી અધિકારીએ નિવેદન આપીને કહ્યું છે કે આ અંગે તેમને લેખીતમાં ફરિયાદ આપે ત્યાર બાદ અમે તેના પર આગળની કાર્યવાહી કરીશું

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud