• ભારતીય કિસાન સંઘ દ્વારા બટાકા ઉપર સૂત્રો લખીને અનોખો વિરોધ કરવામાં આવ્યો
  • મંત્રી પિયુષ ગોયલે બટેટાના ભાવોને અંકુશમાં લેવા માટે વિદેશથી બટેટાની આયાત કરવાની જાહેરાત કરી
  • બટેટાના ભાવ અંકુશમાં આવે તો ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચી શકે
  • સૌરાષ્ટ્રમાં જામનગરમાં ખેડૂતો બટેટાની ખેતી કરી રહ્યા છે.

રાજકોટ : બટેટાનાં વધી રહેલા ભાવ પર અંકુશ લાવવા કેન્દ્ર સરકાર દ્વારા બટેટાની આયાત વધારવાનો નિર્ણય લેવાયો છે. જો કે સરકારનાં આ નિર્ણયથી ખેડૂતોને નુકસાન થવાની શક્યતા ભારતીય કિસાન સંઘે વ્યક્ત કરી છે. અને બટેટા પર ‘પિયુષ ગોયલ આયાત નીતિ બદલો’ સહિતનાં સૂત્રો લખીને ભારતીય કિસાન સંઘ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

બટાકા પર ‘પિયુષ ગોયલ આયાત નીતિ બદલો’ લખી અનોખો વિરોધ

આ અંગે ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાનાં જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારના મંત્રી પિયુષ ગોયલે બટેટાના ભાવોને અંકુશમાં લેવા માટે વિદેશથી બટેટાની આયાત કરવાની જાહેરાત કરી છે. પરંતુ આ નિર્ણયથી દેશના ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચશે. કારણ કે સૌરાષ્ટ્રમાં જામનગરમાં ખેડૂતો બટેટાની ખેતી કરી રહ્યા છે. અને જો બટેટાના ભાવ અંકુશમાં આવે તો ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચી શકે છે.

આ તકે સખીયાએ શાકભાજીની લારી પર ઉભા રહી લોકોને સમજાવ્યા હતા કે, બટેટા વગર ટમેટા, ગલકા, તુરિયા, ભીંડો સહિતની શાકભાજી ખાય શકાય છે. અને જણાવ્યું હતું કે, બટેટા મોંઘા છે ત્યાં સુધી તેઓ અન્ય શાકભાજીનો ઉપયોગ કરી શકે છે. પરંતુ આ માટે ખેડૂતોને મળતા ભાવ પર અંકુશ લાવવો યોગ્ય નથી. ત્યારે સરકારે પોતાનો આ નિર્ણય તરત જ પાછો ખેંચવો જરૂરી હોવાનું પણ તેમણે કહ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud