ગઠિયાઓેએ "અમે સાદા કપડામાં પોલીસ છે" તેમ વૃદ્ધાને કહ્યું
દિવાળનો સમય છે બજારમાં લૂંટના બનાવ બની રહ્યા છે. તમે પહેરેલા દાગીના ઉતારીને થેલીમાં મૂકી દો કહી ઠગાઈ કરી
ડભોઇમાં ત્રણ નકલી પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
વડોદરા પોલીસે નકલી પોલીસથી સાવધાન રહેવા અંગે ચેતવણી આપતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું
નોંધઃ- કોઇ પણ વ્યક્તિ પોતે પોલીસ તરીકેની ઓળખ આપે તો તેની પાસે આઇ કાર્ડ માંગી ખાતરી કરવી જરૂરી છે - વડોદરા પોલીસ
વડોદરા. શહેર-જિલ્લામાં નકલી પોલીસ બનીને ખાસ કરીને વૃદ્ધ મહિલાઓને લૂંટી લેવાના કિસ્સા ફરી એકવાર વધી રહ્યા છે. ત્યારે વડોદરા પોલીસે નકલી પોલીસથી સાવધાન રહેવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. તો બીજી બાજુ બુધવારે સવારે ડભોઇમાં 75 વર્ષીય વૃદ્ધ મહિલાને ત્રણ નકલી પોલીસોએ ભેગા થઈ રૂ, 1.80 લાખના સોનાના દાગીના લૂંટી લીધાની ફરિયાદ થઈ છે.
ડભોઇની ચોક્સી પોળમાં રેહતા નિવૃત શિક્ષિકા શકુંતલાબેન રમેશચંદ્ર શાહ બુધવારે સવારે 11 વાગ્યાના અરસામાં બેંક અને બજારનુ કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે બળિયાદેવના ખાંચામાં પહોંચતા એક ગઠિયાએ બુમ પાડી "તમને શર્મા સાહેબ બોલવે છે" કહી પોળની બહાર લઇ ગયો હતો. દરમિયાન સફેદ શર્ટ પહેરી ઉભેલા શખ્સે શકુંતલાબેનને પગે લાગતા તેમણે કહ્યું " હું તમને ઓળખતી નથી" ત્યારે નકલી પોલીસ બનીને આવેલા શખ્સે "અમે સાદા કપડામાં પોલીસ છે" જણાવ્યું હતું. ત્યારબાદ ગઠિયાઓ દ્વારા શકુંતલાબેનને કહેવામાં આવ્યું કે દિવાળીનો સમય છે બજારમાં લૂંટના બનાવ બની રહ્યા છે. તમે પહેરેલા દાગીના ઉતારીને થેલીમાં મૂકી દો કહી એક કાગળમાં પડીકી બનાવી મુકાવી દીધા.
ત્યાર બાદ કાગળનુ પડીકુ બદલી નકલી દાગીનાનું પડીકું વૃદ્ધાને પકડાવી દઇ નકલી પોલીસ બની આવેલા ગઠિયાઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. તેવામાં શકુંતલાબેનને શંકા જતા તેમણે હાથમાં રહેલુ કાગળનુ પડીકુ ખોલી જોતા છેતરાયા હોવાની જાણ થતા બુમાબુમ કરી હતી. નકલી પોલીસનો ભોગ બનેલી વૃદ્ધાએ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી સમગ્ર બનાવની જાણ કરી હતી. જેથી પોલીસે આ મામલે નકલી પોલીસ બની વૃદ્ધા સાથે રૂ, 1.80 લાખની ઠગાઈ કરનાર ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
[caption id="attachment_8645" align="aligncenter" width="1079"] વડોદરા પોલીસ દ્વારા સોશિયલ મિડીયા પર મુકવામાં આવેલું પોસ્ટર[/caption]
અત્રે ઉલ્લખનીય છે કે, તહેવારોના સમયે અનેક વખત આ પ્રકારના બનાવો બનતા હોવાથી વડોદરા પોલીસ દ્વારા બુધવારે જ નકલી પોલીસથી સાવધાન રેહવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. પરંતુ આવા ગઠિયાઓ વૃદ્ધોને ટાર્ગેટ બનાવે છે. જેનો જીવંત કિસ્સો ડભોઇમાં બનતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. દિવાળી ટાણે આવા ગઠિયાઓ બજારમાં ફરતા હોઈ પોલીસ સાથે પ્રજાએ પણ સતર્ક રહેવું પડશે.