• કોરોનાનો વ્યાપ વધતા વડોદરા ડીવીઝનના રેલ્વે કર્મીઓ અને તેમનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં
  • 350 RTPCR અને 400 રેપીડ ટેસ્ટ કરાયા
  • રેલ્વે હોસ્પિટલના તબીબે માહિતી આપી કે, 190 જેટલાક લોકો કોરોના પોઝિટીવ થયા છે.
  • રેલ્વે PRO ખેમરાજ મીણા કહે છે માત્ર 400 RTPCR ટેસ્ટ કરાયા જેમાંથી માત્ર 50 લોકો જ કોરોના પોઝિટીવ છે.

WatchGujarat.તહેવારો બાદ જાણે કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ વડોદરા રેલ કર્મચારીઓ અને તેમના પરિવારનાજનો કોરોનાની ઝપેટમાં સપડાયા છે. વડોદરા રેલ્વે તંત્ર દ્વારા પ્રતાપનગર રેલ્વે કોલોનીમાં રહેતા રેલ્વે અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 350 જેટલાં RTPCR ટેસ્ટ અને 400 જેટલા રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બંને મળી કુલ કોરોનાં સંક્રમિત આંક 190 પર પહોંચ્યો હોવાની માહિતી મીડિયાને જણાવી હતી. જ્યારે રેલ્વે PROએ વાતનુ ખંડણ કર્યું હતુ અને ઓગષ્ટથી અત્યાર સુધીમાં માત્ર 50 લોકો જ કોરોના સંક્રમીત થયા હોવાનુ જણાવી રહ્યાં છે.

western railway divisional hospital vadodara

રાજ્ય ભરમાં કોરોનાના વધી રહેલા વ્યાપની ગંભીરતાને ધ્યાને લઇ વડોદરા સ્થિત પ્રતાપનગર રેલ્વે હોસ્પિટલ દ્વારા કર્મચારીઓ અને તેમના પરિવારજનોનુ કોરોના ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં 400 જેટલાક રેપીડ ટેસ્ટ કરાતા 150 જેટલી વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટીવ જોવા મળ્યાં હતા. જ્યારે 350 જેટલા RTPCR ટેસ્ટ કરતા 40 વ્યક્તિ મળી કુલ સંખ્યા 190 હોવાની રેલ્વે હોસ્પિટલના તબીબ ડો. ક્રિષ્ણ કુમારે જણાવ્યું હતુ.

કોરોનાં સંક્રમિત રેલ કર્મી હોસ્પિટલમાં ભરતી થવાની ઈચ્છા ધરાવે તેવા કર્મચારીઓને પ્રતાપનગર રેલ્વે હોસ્પિટલ અને જરૂર જણાઈ આવે તો વડોદરાની ગોત્રી અથવાતો અન્ય કોવિડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ જે કર્મી પોતાના ઘરે રહીને સારવાર મેળવવા માંગતા હોય તેવા દર્દીઓને હોમ ક્વોરેન્ટાઈન કરી જરૂરી કીટ આપાવમાં આવી રહીં છે.

ડો. ક્રિષ્ણ કુમારે એમ પણ જણાવ્યું હતુ કે, અગાઉ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓગષ્ટ માસમાં વડોદરા રેલ્વે વિભાગને કોરોનાં ટેસ્ટ કરવા માટે RTPCR અને રેપીડ કીટ આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રતાપનગર રેલ્વે કોલોની અને યાર્ડમાં પણ બે વાર ધન્વંતરિ રથનો રાઉન્ડ પૂર્ણ કરાયો હતો. જેમાં રેલ્વે અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો ન હતો.

આ અંગે WatchGujarat.com દ્વારા રેલવેના PRO ખેમરાજ મીણા સાથે ટેલિફોનીક વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, મીડિયામાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ વડોદરા રેલવેમાં એક સાથે 190 કોરોના પોઝિટિવ સામે આવ્યા તે આંકડો ખોટો છે. અત્યાર સુધી પ્રતાપનગર રેલવે હોસ્પિટલ દ્વારા રેલ કર્મચારીઓ અને તેમના પરિવારના કોવિડ-19ના રેપિડ અને RTPCR ટેસ્ટ મળી કુલ 400 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધી ફક્ત 50 જ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જોકે પ્રતાપનગર રેલવે હોસ્પિટલના તબીબ ડો. ક્રિષ્ણકુમારે આપેલ માહિતી અનુસાર રેલકર્મી અને તેમના પરિવારના સભ્યોના 350 જેટલા RTPCR ટેસ્ટ કરતા 40 પોઝિટિવ અને 400 જેટલા રેપીડ ટેસ્ટ કરતા 150 મળી કુલ 190 પીઝિટિવ કેસ સામે આવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud