• નર્મદા જિલ્લાની વડીયા ગ્રામ પંચાયતનો નોખો નિર્ણય,
  • નર્મદા જિલ્લામાં એક માત્ર વડીયા ગ્રામ પંચાયત એવી છે કે જે ડોર ટુ ડોર કચરો ઉઘરાવે છે
  • ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી નર્મદા જિલ્લાની એકમાત્ર વડીયા ગામ પંચાયતને આગાઉ એવોર્ડ પણ મળ્યો છે
  • નર્મદા જિલ્લાને તો અગાઉ ખુલ્લામાં શૌચ મુક્ત જિલ્લો જાહેર કરી એવોર્ડ પણ એનાયત કરાયો હતો

નર્મદા. જિલ્લાની વડીયા ગ્રામ પંચાયતએ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ અનોખો નિર્ણય લીધો છે. ડોર ટુ ડોર કચરો ઉપાડતી એકમાત્ર પંચાયતે જાહેરમાં કચરો ફેકનારને ₹200 દંડ અને કચરો ફેકનારનો ફોટો પાડી મોકલનારને ₹50 ઈનામ આપવાની જાહેરાત કરી છે.

કચરો ફેકનારને ₹200 દંડ આપવાનો નિર્ણય લેનાર ગામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે સત્તા સંભાળી ત્યારે એમણે સ્વચ્છ ભારતનું બીડુ ઝડપી દેશ વાસીઓને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવવા આહવાન કર્યું હતું. દેશ વાસીઓએ પણ PM મોદીના સ્વચ્છ ભારત મિશનને અનુલક્ષી પોત પોતાના વિસ્તારો સ્વચ્છ રાખવાની શપથ લીધા હતા. નર્મદા જિલ્લાને તો અગાઉ ખુલ્લામાં શૌચ મુક્ત જિલ્લો જાહેર કરી એવોર્ડ પણ એનાયત કરાયો હતો. જાહેર સ્થળો પર કચરાના ઢગલા નજરે ચઢતા હોવાથી હાલ PM મોદીનું સ્વચ્છ ભારત અભિયાન જાણે લોકો માંથી વિસરાઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની વડીયા ગ્રામ પંચાયતે જો કોઈ પણ વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકતા પકડાશે તો એની પાસે 200 રૂપિયા દંડની જોગવાઈ કરતો નિર્ણય લીધો છે. નર્મદા જિલ્લામાં એક માત્ર વડીયા ગ્રામ પંચાયત એવી છે કે જે ડોર ટુ ડોર કચરો ઉઘરાવે છે, અને આ જ બાબતે વડીયા ગ્રામ પંચાયતને અગાઉ એવોર્ડ પણ મળી ચુક્યો છે. સ્વચ્છતા અભિયાન પ્રત્યે લોકો ગંભીર બને અને અન્ય લોકોને પણ જાગૃત કરે એ દ્રષ્ટિએ વડીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં જાહેરમાં કચરો ફેંકનાર વ્યક્તિ પાસે ગ્રામ પંચાયત દ્વારા 200 રૂપિયા સ્થળ પર દંડ વસુલવામાં આવશે.

કચરો ફેકનારના ફોટા મોકલનારને ₹50 ઇનામ આપવાનો નિર્ણય લેનાર ગામ

સાથે જે કોઈ પણ વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકનારનો ફોટો પાડી ગ્રામ પંચાયતે જાહેર કરેલા વોટ્સ એપ નંબર પર ફોટો મોકલશેએ વ્યક્તિને ગ્રામ પંચાયતે ₹ 50 રૂપિયા ઈનામ પણ આપવાની જાહેરાત કરી છે. આનાથી ગામ સ્વચ્છ તો રહેશે પણ સાથે સાથે લોકો પોતાની જવાબદારી પ્રત્યે પણ સભાન થશે એમ ગ્રામ પંચાયતના સભ્યોનું માનવું છે.

વડીયા ગ્રામ પંચાયતના સરપંચ મહેશ રજવાડી તથા તલાટી દેવેન્દ્ર જોશીએ જણાવ્યું હતુ કે, વડીયા ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોર ટેમ્પો ફેરવી કચરો ઉઘરવાય છે. છતાં ગામમા લોકો જાહેરમાં કચરો ફેંકે છે ગંદકી ફેલાવાથી પ્રદુષણ પણ વધે છે અને રોગચાળો ફેલાવાનો પણ ભય રહેલો છે.ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનો ખર્ચ થતો જ હતો પણ એ ઉપરાંત જાહેર માંથી કચરો ઉઠાવવા માટે પંચાયતને વધારાનો ખર્ચ ભોગવવો પડતો હતો. જેથી અમે નર્મદા કલેકટર અને DDO ને આ મામલે રજુઆત કરી, એમની સીધી સૂચનાથી અમે બેઠક બોલાવી અને દંડ લેવાનો નિર્ણય કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud