11 ઓક્ટોબરે રાત્રે ત્રણ વાગ્યે આજીડેમ ચોકડી પાસે બનેલી ઘટના.
પોલીસ કોન્સ્ટેબલ સ્નેહભાઈ ભાદરકાને કચડી નાંખવા ચાલકે કાર રિવર્સ કરી.
સમયસૂચકતા વાપરી કોન્સ્ટેબલ પીકઅપવાનના ઠાઠા પર ચડી ગયાં.
બે કલાક સુધી સર્પાકારે કાર ચલાવી કોન્સ્ટેબલને પાડી નાંખવાનો ચાલકનો પ્રયાસ.
આખરે કરમાળ પીપળીયાના વળાંક પર કાર ઝાડ સાથે ભટકાઈ.
રાજકોટ. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર વિદેશી દારૂ ઝડપાતો હોય છે. પરંતુ ગતરાત્રે તો ક્રાઈમ બ્રાન્ચનાં કોન્સ્ટેબલે પોતાનો જીવ જોખમમાં નાખીને વિદેશી દારૂ ભરેલી બોલેરો અને તેના ચાલકને ઝડપી પાડ્યો હતો. આ માટે તેઓ બોલેરોનાં ઠાઠામાં લટક્યા હોઈ સતત બે કલાક ફંગોળાયા હતા. અંતે બોલેરોનાં ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. જો કે કોન્સ્ટેબલ સ્નેહભાઈ ગોપાલભાઈ ભાદરકાની આ બહાદુરી બદલ પોલીસ કમિશ્નર દ્વારા તેમને રૂપિયા 3 હજારનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
કોન્સ્ટેબલ સ્નેહભાઈએ રૂંવાડા ઉભા કરતો આ સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, 11 ઓક્ટોબરે રાત્રે ત્રણ વાગ્યે અમારી ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન આજીડેમ ચોકડી માનસરોવર સોસાયટી નજીક જયશ્રી દ્વારકાધીશ લખેલી બોલેરો કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી. એટલું જ નહીં ત્યાં પહોંચતા બાતમી મુજબની બોલેરો ઉભી હતી. પરંતુ અમને જોઈને એક શખ્સે ડ્રાઇવર સીટ પર બેસી બોલેરો દોડાવી દીધી હતી.
આ દરમિયાન હું બોલેરોની પાછળ હતો. મેં ચાલકને ઉભા રહેવા સુચના આપી હતી. પરંતુ તેણે મને પણ કચડી નાખવાનાં ઈરાદે ગાડી રિવર્સમાં દોડાવતાં જ હું ASI ની સ્કોડા અને બોલેરોની વચ્ચે ફંસાઈ ગયો હતો. જો કે સમયસર જંપ કરીને હું બોલેરો પીકઅપનાં ઠાઠામાં ચડી ગયો હતો. અને ચાલકને પોલીસ હોવાની ઓળખ પણ આપી હતી. પરંતુ તેમ છતાં તેણે બોલેરો ભગાવી મૂકી હતી. એટલું જ નહીં હું પાછળથી પડી જાઉ એ માટે થઇને તેણે સર્પાકારે ફુલ સ્પીડથી ગાડી હંકારતા જ હું ઠાઠામાં આમતેમ ફંગોળાતો રહ્યો હતો. જેથી હું લોખંડના એંગલમાં ભટકાતાં બંને આંખ વચ્ચે નાક પર ઇજા થતાં લોહી નીકળવા માંડ્યું હતું.
આ દરમિયાન ઠાઠામાં એક પાનુ પડ્યું હોઇ તે ઉઠાવી મેં ડ્રાઇવર સાઇડ તથા ખાલી સાઇડના બંને દરવાજાનાં કાંચ ફોડીને પણ ગાડી ઉભી રાખવા કહ્યું હતું. પરંતુ તે માન્યો નહીં અને અંતે બગદળીયા ગામથી કરમાળ પીપળીયા જતાં રસ્તે વળાંક આવતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ગાડી રોડ સાઇડમાં ઉતરી ઝાડમાં ભટકાઇ ગઇ હતી. આ વખતે ચાલકને ઇજા થઇ હતી. આમ છતાં તે ત્યાંથી ગાડી મુકી ભાગી ગયો હતો. જો કે પાછળ પીએસઆઇ સહિત અમારી ટીમ પણ આવી જતા તેને ઝડપી પાડ્યો હતો.
બીજી તરફ ઝાડમાં ભટકાયેલી બોલરોમાંથી વિદેશી દારૂની 84 બોટલો મળી હતી. જેમાંથી 3 ફુટેલી હતી અને બીયરના 144 ટીન હતાં. જેમાંથી 5 ફુટી ગયેલા હતાં. આમ કુલ રૂ. 42250નો દારૂ બીયર તથા ગાડી કબ્જે કરાયા છે. પીકઅપ ગાડીની કેબીનમાંથી રમેશ રાણાભાઇ ગરૈયાનાં નામનું ડ્રાઇવીંગ લાયસન્સ, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડેબીટ કાર્ડ મળ્યા છે. જેના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અને બોલેરો કારનાં ચાલકને ફ્રેકચર થતા સારવાર માટે ખસેડાયો છે.