પહેલાં કહ્યું ભૈયાએ આપી ગયો, પછી કલર પ્રિન્ટરમાં ઝેરોક્ષ કાઢ્યાની કેફિયત બહાર આવી
કલર પ્રિન્ટરમાં અસલી નોટ ઉપરથી કલર ઝેરોક્ષ કાઢી હોવાનું કહી પોલીસને ગોટે ચડાવવાનો પ્રયાસ કર્યો
આરોપીનાં ગોળગોળ જવાબને લઈને પોલીસે સાચી હક્કીત જાણવા તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી
રાજકોટ : શહેરના કુવાડવા રોડ પરથી પોલીસે એક શખ્સને રૂ. 2 હજારના દરની 51 બનાવટી નોટ સાથે ઝડપી લીધો છે. ઇમીટેશનની મજૂરી કરતા આ શખ્સે જાલીનોટ ગોધરા તરફના ભૈયાએ રૂ. 20 હજારમાં આપી ગયાની અને પોતે અન્ય સાથે રૂપિયા 50 હજારમાં તેનો સોદો કર્યાની પ્રથમ કબૂલાત આપી હતી. જોકે બાદમાં તેણે કલર પ્રિન્ટરમાંથી ઝેરોક્ષ કાઢ્યાનું પણ જણાવ્યું હતું. સાથે જ કંગાળ આર્થિક પરિસ્થિતિને કારણે તે આવા રવાડે ચડ્યો હોવાનું રટણ પણ કરી રહ્યો હતો. ત્યારે આરોપીનાં ગોળગોળ જવાબને લઈને પોલીસે સાચી હક્કીત જાણવા તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો અનુસાર, કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ ગુરુવારે પેટ્રોલીંગમાં હતો. ત્યારે એક શખ્સ સાત હનુમાન મંદિર પાસે જાલીનોટ સાથે ઉભો હોવાની માહિતી મળી હતી. જેના આધારે સ્થળ પર પહોંચી પોલીસે બાતમી મુજબના વર્ણનવાળા શખ્સને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. અને અંગ જડતી લેતા તેના ખિસ્સામાંથી રૂ. 2 હજારના દરની 51 બનાવટી નોટ મળી આવી હતી.
પોલીસની પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ કોળી હેમંત હમીરભાઇ વાટુકીયા અને પોતે જામગઢ ગામે ઇમીટેશનની જ્વલેરીનું મજૂરી કામ કરતો હોવાનું જણાવ્યું હતું. જાલીનોટ ક્યાંથી લાવ્યો એ મામલે પૂછપરછ કરતા આરોપીએ ગોધરામાં મજૂરી કરતા ભૈયાએ રૂ. 2,000નાં દરની જાલીનોટ 20 ટકા લેખે રૂ. 20 હજારમાં આપવાની વાત કરી હતી. અને ધંધામાં મંદી હોવાથી કામ નહીં મળતા આર્થિક ભીંસના કારણે પોતે આ નોટ લીધી હોવાનું કહ્યું હતું.
આ ઉપરાંત જાલીનોટ પોતે રૂ. 50 હજારમાં વેચવાનો હતો. જોકે એ સોદો થાય એ પૂર્વે જ પોલીસના હાથે ઝડપાયો હોવાનું કહ્યું હતું. પરંતુ વિશેષ પૂછપરછમાં પોતે એક સાગરીત સાથે કલર પ્રિન્ટરમાં અસલી નોટ ઉપરથી કલર ઝેરોક્ષ કાઢી હોવાનું કહી પોલીસને ગોટે ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી પોલીસ સમક્ષ ખોટી વિગતો જાહેર કરી સત્ય છૂપાવી રહ્યાની શંકાએ પોલીસે તેના રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી છે.