• અવારનવાર રિપેરીંગ કરવા માટે નોટીસ આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અઠવા ઝોને 96 ફલેટ અને 150 દુકાનો સીલ કરી
  • ગત વર્ષે એક ફ્લેટની બાલ્કની તૂટી પડી હતી, જોકે કોઇને ઇજા થઇ ન હતી
  • બિલ્ડીંગમાં 7 ફલેટમાં વપરાશ ચાલુ હતો, જેથી સામાન ખાલી કરાવીને મિલકત સીલ કરાઇ

#SURAT - સરગમ શોપિંગ સેન્ટર બિલ્ડીંગના ગટર, નળ, વીજ અને ગેસ કનેક્શન કપાયા

WatchGujarat  Surat – સુરતના પાર્લેપોઇન્ટ પર આવેલ જર્જરિત સરગમ શોપિંગ સેન્ટરવાળી સમગ્ર બિલ્ડીંગમાં ગટર-નળ, વીજ સાથે ગેસપુરવઠો કાપીને પાલિકાએ સીલ કરી દીધી છે. અનેકવાર રિપેરીંગ કરવા માટે નોટીસ આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અઠવા ઝોને 96 ફલેટ અને 150 દુકાનો સીલ કરી હતી.

સુરતના પાર્લે પોઈન્ટ પર સરગમ કોમ્પલેક્ષ ટાવર-એ, બી, સી વાળી હાઇરાઇઝ રેસિડેન્સિયલ કમ કોમર્શિયલ બિલ્ડીંગ આવેલી છે. તેના દરેક ફલોર પર આવેલ બાલ્કની તથા આર્કિટેકચરલ પ્રોજેકશનવાળા ભાગમાં આર.સી.સી કોલમ, બીમ, સ્લેબ તથા ચણતરવાળા ભાગમાં તિરાડ તથા ગાબડા પડી સળિયા ખુલ્લા થઇ ગયા છે. બિલ્ડીંગ જર્જરિત થતાં અહિંયા રહેનારા રહીશોની સાથે રસ્તેથી અવરજવર કરનાર લોકોને નુકસાન પહોંચે તેવી શક્યતા છે. જેથી પાલિકાએ મકાનને રિપેરીંગ કરવા માટે નોટિસ આપી હતી. પરંતુ બિલ્ડીંગ રિપેરીંગ ન કરાવતા 2020માં લોકડાઉન પહેલાં 4 માર્ચના રોજ ત્યાર બાદ 12 જૂનના રોજ ફરી નોટિસ અપાઇ હતી.

અત્યાર સુધીમાં કુલ 11 વખત રિમાઇન્ડર નોટિસ આપવા છતાં મિલકતદારોએ રિપેરીંગ કરાવીને સ્ટ્રચરલ સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ ન કરતા બુધવારે અઠવા ઝોનની ટીમે આ બિલ્ડીંગમાં નળ, ગટર જોડાણ કાપવા સાથે વીજ તથા ગેસપુરવઠો બંધ કરી દીધો હતો. આ બિલ્ડીંગના એ અને બી ટાવરના 32-32 રહેણાંક ફલેટ સાથે બે હોલ અને સી ટારના 32 ફલેટ અને સરગમ શોપિંગ કોમ્પલેક્ષની દુકાનનો વપરાશ ખાલી કરાવી સમગ્ર મિલકતને સીલ કરી દીધી હતી. બિલ્ડીંગમાં 7 ફલેટમાં વપરાશ ચાલુ હતો, જેથી સામાન ખાલી કરાવીને મિલકત સીલ કરાઇ હતી. આમ, સરગમ શોપિંગ બિલ્ડીંગના 96 ફલેટ અને 150 દુકાનોને પાલિકાએ સીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એક ફ્લેટની બાલ્કનીમાં તૂટી પડી હતી. સદનસીબે કોઇને ઇજા થઇ ન હતી.

More #Sargam Shopping Centre #Surat News
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud