• રેરા ઓથોરીટી દ્વારા આર્થિક વ્યવહારોની પારદર્શિતા જાળવવા માટે ઓડિટ રિપોર્ટ જમા કરાવવાની જોગવાઇ કરાઇ
  • ડેવલપર શ્રીનાથજી બિલ્ડર્સ દર્શનના, શ્રીનાથજી દર્શન પ્રોજેક્ટને ઓડિટ રિપોર્ટ જમા ન કરાવવા બદલ ફટકાર્યો દંડ
  • મોટા ભાગના ડેવલપર દ્વારા રેરાના નિયમોનું પાલન કરવામાં આવે છે


વડોદરા. ગુજરાત રાજ્યમાં રેરા ઓથોરીટી દ્વારા રીયલ એસ્ટેટ ક્ષેત્રે દેખરેખ રાખવામાં આવે છે. રેરા ઓથોરીટી દ્વારા પારદર્શી કામગીરીના ભાગ રૂપે સમયસર પ્રોજેક્ટ ઓડિટ અહેવાલ મંગાવવામાં આવે છે. શ્રીનાથજી બિલ્ડર્લ દર્શનના શ્રીનાશજી દર્શન પ્રોજેક્ટ દ્વારા ઓડિટ રિપોર્ટ સમયસર જમા ન કરાવવા બદલ રેરા ઓથોરીટીએ રૂ. 40 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો છે.

રેરા ઓથોરીટી દ્વારા સમગ્ર રાજ્યમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રનું નિયમન કરવામાં આવે છે. નિયમન અંતર્ગત આર્થિક વ્હાવહારોની પારદર્શિતા જાળવવા માટે પ્રોમોટરે દરેક નાણાંકિય વર્ષ પુર્ણ થયા પછીના 6 માસની અંદર પોતાના હિસાબો ઓડિય કરાવ્યા બાદ સીએ દ્વારા યોગ્ય રીતે પ્રામાણીત કરેલા હિસાબી પત્રકો રજુ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. જેનું પાલન મોટાભાગના ડેવલપર દ્વારા કરવામાં આવે છે. પરંતુ ડેવલપર શ્રીનાથજી બિલ્ડર્સ દર્શનના પ્રોજેક્ટ શ્રીનાથજી દર્શન દ્વારા વાર્ષિક ઓડિટ અહેવાલ રેરા ઓથોરીટીમાં જમા કરાવવામાં આવ્યો ન હતો.

ઉપરોક્ત બાબતે સ્પષ્ટતા કરવા માટે પ્રોમોટર ના પ્રતિનીધી ભાર્ગવ પટેલને રેરા ઓથોરીટી સમક્ષ હાજર રહ્યા હતા. પણ ફોર્મ – 5 સમયમર્યાદામાં ભરપાઇ થઇ શક્યા નથી. રેરા ઓથોરીટી દ્વારા પ્રોમોટર શ્રીનાથજી બિલ્ડર્સના પ્રોજેક્ટ શ્રીનાથજી દર્શનને વાર્ષિક અહેવાલ નિર્ધારિત સમયમર્યાદામાં કે સુનવણી સુધી ભરપાઇ ન કરી શકવાને કારણે રૂ. 40 હજારનો દંડ ફટકાર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud