• 14મી વિધાનસભાના ધારાસભ્યોનું પહેલું અને સંભવિત છેલ્લું ફોટોસેશન હોઇ શકે છે
  • 4 વર્ષ સરકારમા કેન્દ્ર સ્થાને રહેલા રૂપાણી સહિત પાંચ ધારાસભ્યો ફોટો સેશનમાં ગેરહાજર રહેતા તર્ક વિતર્ક

WatchGujarat. 14મી વિધાનસભામાં ચૂંટાયેલા સૌ ધારાસભ્યો માટે અધ્યક્ષ ડો.નિમાબહેન આચાર્યે ફોટો સેશનનું આયોજન કર્યુ છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગેરહાજર રહેતા ભાજપના ધારાસભ્યોમા જાતભાતની અટકળો વહેતી થઈ છે. આ ફોટો સેશનમાં પાંચ જેટલા ધારાસભ્યો ગેરહાજર રહેતા ચર્ચાનો વિષય બન્યા છે.

આ ફોટો સેશનમા માત્ર રૂપાણી જ નહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમા વિવાદામાં ઘેરાયેલા  રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમાર પણ હાજર રહ્યા નથી. તેઓ લાંબા સમયથી વિધાનસભામા આવતા નથી. આ ઉપરાંત પૂર્વ કૃષિ મંત્રી આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી પણ જોવા મળ્યા ન હતા. સોલંકી પોતાની નાદુરસ્ત તબિયતને કારણે વિધાનસભા આવતા નથી. જ્યારે કોગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારા પણ આ ફોટો સેશનમા આવ્યા નહોતા. કટારા પણ લાંબા સમયથી વિધાનસભામા આવતા નથી.

સામાન્યત: ગુજરાતમા વિધાનસભાની મુદ્દત પૂર્ણ થવાના છેલ્લા સત્રમા ધારાસભ્યો માટે કાયમી સ્મૃતિ રહે તે ઉદ્દેશ્યથી ફોટો સેશનનુ આયોજન કરવામાં આવતું હોય છે. જો કે આ વખતે 14મી વિધાનસભાની મુદ્દતને આડે 10 મહિના જેટલો સમય બાકી છે અને સપ્ટેમ્બર-2022માં ચોમાસુ સત્ર આવી રહ્યુ છે, ત્યારે અધ્યક્ષે ગુરૂવારે બજેટ સત્રના અંતિમ દિવસે ફોટો સેશન ગોઠવ્યુ હતુ.

અત્રે નોંધનીય છે કે, આનવાર સમયમાં ચુટણીની તારીખો નજીક આવતાની સાથે તમામ ધારાસભ્યો પોત પોતાની ટીકીટ મેળવવાથી લઇને જીત સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત થઇ જશે. આ કારણોસર વહેલું ફોટોસેશન કરાવવામાં આવ્યું હોવાની ચર્ચા છે. રાજ્યમાં ચુંટણી નજીક આવતાની સાથે અન્ય પક્ષમાં જોડાવવાથી લઇને ટીકીટ માટે પોતપોતાની દાવેદારી મજબૂત કરવાની ઘટનાઓ રોજબરોજ સામે આવતી રહે છે. જેમ જેમ ચુંટણી નજીક આવશે તેમ તેમ આ પ્રકારની ઘટનાઓ વધુ વેગવંતી બનશે.

Facebook Comments Box

Videos

Our Partners