ગુજરાત રાજ્યમાં ચોમાસાના શરૂઆતના સમયમાં વરસાદનું પ્રમાણ નહિવત હતું, એક તબક્કે જળસંકટ ઉભી થાય તેવો ડર હતો
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો, ઘણી ખરી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી
ખેડૂતોને હવે પોતાના પાકને સારો એવો વરસાદ મળી રહેતા મનમાં હાશની લાગણી અનુભવાય છે
WatchGujarat. ગુલાબ અને શાહીન વાવાઝોડાના કહેર તેમજ અતિ ભારે વરસાદ બાદ આખરે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે.સપ્ટેમ્બર મહિનામાં વરસાદે લોકોને ત્રાહિમામ પોકરી દીધા હતા.જેમાં ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જયારે ઘણી એવી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તેની સાથે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા.પરંતુ તેની સાથે રેસ્ક્યુ ટીમોએ પણ ઘણો એવો સારો ભાગ ભજવીને પૂરની પરિસ્થતિમાંથી બહાર લાવ્યા હતા.
અતિ ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ એલર્ટ આપી દેવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક દિવસોથી વરસાદે આખરે બ્રેક લીધો છે. ત્યારે વરસાદ મામલે હવે લોકોમાં રાહત અનુભવાય છે. આ સાથે જ હવે ચોમાસુ લગભગ પૂર્ણાહુતિના આરે આવી ગયું છે. સાથે વરસાદ ના હોવાના કારણે નવરાત્રી પણ જોરશોરથી ચાલી રહી છે. ખેડૂતોને હવે પોતાના પાકને સારો એવો વરસાદ મળી રહેતા મનમાં હાશની લાગણી અનુભવાય છે. પરંતુ રાજ્યમાં ઘણી જગ્યાએ અતિ સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. તેની સાથે હવે ઓક્ટોબર માસથી વરસાદે રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થઇ ગઈ છે. રાજ્યમાં વરસાદની ઘટ પૂર્ણ થવાના આરે આવી છે.
રાજ્યમાં સિઝનનો 96.37 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સપ્ટેમ્બર મહિનામાં સાર્વત્રિક 17 ઇંચથી વધૂ વરસાદ નોંધાયો હતો. ઝોન વાઈઝ વાત કરીયે તો કચ્છમાં 112 ટકા જેટલો વરસાદ ખાબક્યો છે. જયારે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે સિઝનનો 116 ટકા વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં 94 ટકા વરસાદની લહેર ઉઠી હતી. મધ્ય ગુજરાતમાં 84 ટકા વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો સિઝનનો 71 ટકા વરસાદ પડ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે વરસાદની ટકાવારીની દૃષ્ટિએ જોવા જઇયે તો સૌરાષ્ટ્રમાં પાંચ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં દેવભૂમિદ્વારકામાં સૌથી વધુ 143.57 ટકાવારી નોંધાઈ છે. જામનગરમાં 140 ટકા વરસાદ ખાબક્યો હતો. રાજકોટમાં 135 ટકા, જૂનાગઢમાં 130 ટકા અને પોરબંદરમાં 125 ટકા વરસાદ પડ્યો છે.
ગુજરાત રાજ્યમાં ચોમાસુ શરૂઆતમાં નહિવત પ્રમાણમાં હતું. પરંતુ ત્યાર બાદ ચોમાસાના અંતમાં વરસાદે માઝા મૂકી હતી.જેમાં ખાસ કરીને સૌરાષ્ટ તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સર્જાયો હતો.પરંતુ હવે નૈૠત્યના ચોમાસાનો અંત આવી ચુક્યો છે. જો કે, રાજ્યના ઘણા વિસ્તારોમાંથી હવે ચોમાસુ પાછું ખેંચાતું જોવા મળી રહ્યું છે.
- ગુજરાત રાજ્યમાં ચોમાસાના શરૂઆતના સમયમાં વરસાદનું પ્રમાણ નહિવત હતું, એક તબક્કે જળસંકટ ઉભી થાય તેવો ડર હતો
- ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો, ઘણી ખરી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી
- ખેડૂતોને હવે પોતાના પાકને સારો એવો વરસાદ મળી રહેતા મનમાં હાશની લાગણી અનુભવાય છે