• રાજ્યના 20 જિલ્લાઓના 35 જળાશયો, 1200 જેટલા તળાવો, 1000 થી વધુ ચેકડેમમાં 453 અબજ લીટર પાણી ભરાશે
  • કેવડિયા મેઈન કેનાલથી કચ્છ સુધી નર્મદા કેનાલ, ફતેવાડી કેનાલ, સુજલામ સુફલામ નેટવર્ક, ખાલીકટ કેનાલ અને સૌની યોજના નેટવર્કના માધ્યમથી ખેડૂતોને પાણી
  • નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલ મારફતે રાજ્યના હજારો ખેડૂતો અને પશુપાલકો માટે પાણી છોડાશે

વિક્કી જોષી (WatchGujarat). સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં ગુજરાતમાં પ્રથમ વખત નર્મદાના નિરથી રાજ્યના 1200 તળાવો, 35 જળાશયો, 1000 થી વધુ ચેકડેમો ભરવા 453 અબજ લીટર પાણી છોડવાનું અખાત્રીજથી શરૂ કરાયું છે.

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ રાજ્યના ખેડૂતોની વ્હારે આવી છે. રાજ્યના ખેડૂતોનો ઉનાળુ પાક ન બગડે એ માટે ગુજરાત સરકારે આખાત્રીજથી આગામી 30 જૂન સુધી સરકાર સરોવર નર્મદા ડેમ માંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. હાલમાં નર્મદા ડેમની મુખ્ય કેનાલ માંથી રોજ 15000 ક્યુસેક જેટલું પાણી કેવડીયાથી કચ્છ સુધી છોડી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પહોંચડાય છે.

આ નિર્ણય બાદ સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના તળાવો અને ચેકડેમો અબજો લીટર પાણીથી ભરાશે. નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલ મારફતે રાજ્યના હજારો ખેડૂતો અને પશુપાલકો માટે પાણી છોડાશે ઉપરાંત તળાવો નાની નદીઓ ભરવામાં આવશે. સરદાર સરોવર નર્મદા ડેમમાં તેની સ્પીલની ઊંચાઈ કરતાં પણ વધારે પાણી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે 2000 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે.

ગુજરાત સરકાર નર્મદા કેનાલ, ફતેવાડી કેનાલ, સુજલામ સુફલામ નેટવર્ક, ખાલીકટ કેનાલ અને સૌની યોજના નેટવર્કના માધ્યમથી અખાત્રીજથી 30 જૂન સુધી ગુજરાતના ખેડૂતોને તબક્કાવાર સિંચાઈ માટે પાણી પૂરું પાડશે. ઉનાળોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઉભી થતા આ નિર્ણય લેવાયો છે.

નર્મદા ડેમના ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે 30  જૂન સુધીના સમગ્ર નર્મદાના કમાન્ડ એરિયામા સરદાર સરોવર પ્રોજેક્ટ-સમર સિંચનથી ગુજરાતના 20 જિલ્લાઓમાં 35 જળાશયો, 1200 જેટલા ગામ તળાવ અને 1000 થી વધુ ચેકડેમો હાલમાં 453 અબજ લિટર પાણીથી ભરવામાં આવી રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud