નવ નિયુક્ત ચીફ સેક્રેટરી પંકજકુમાર IIT કાનપુરમાં સિવિલ એન્જીનિયરીંગ ફેકલ્ટીમાં બીટેક થયેલા છે
પદ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને પંચાયત ગ્રામ ગૃહનિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ ચર્ચામાં હતું
31 ઓગસ્ટથી પંકજ કુમાર રાજ્યના મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળશે
[caption id="attachment_1387555" align="aligncenter" width="640"] Pankaj Kumar has been appointed as new chief secretary of Gujarat[/caption]
WatchGujarat. ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી કરાઈ છે. રાજ્યમાં ખાલી પડેલા આ મહત્વના પદ પર આખરે પંકજ કુમાર ની પસંદગીની જાહેરાત કરાઈ છે. આ પદ માટે પહેલેથી જ પંકજ કુમારનું નામ ચર્ચામાં હતું. રાજ્યના મુખ્ય સચિવ પદની પસંદગી માટે ત્રણ સિનિયર અધિકારીઓની પેનલ તૈયાર કરવામાં આવી હતી. જેમાં સિનિયર સભ્યોમાં ત્રણ અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારીઓના નામ સામેલ હતા. આ પદ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને પંચાયત ગ્રામ ગૃહનિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ ચર્ચામાં હતું. આખરે પંકજ કુમારના નામ પર મહોર લાગી હતી.
મુખ્ય સચિવનો ચાર્જ કોને સોંપાશે તે વિશે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. આવામા પંકજ કુમારનું નામ પહેલેથી ચર્ચામાં હતું. રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી કરવામાં આવી છે. અનિલ મુકીમના સ્થાને હવે પંકજ કુમારની વરણી કરવામાં આવી છે. 31 ઓગસ્ટથી પંકજ કુમાર રાજ્યના મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળશે. રાજ્યપાલે પંકજ કુમારની વરણીને મંજૂરી આપી છે.
જાણો કોણ છે પંકજકુમાર?
નવ નિયુક્ત ચીફ સેક્રેટરી પંકજકુમારનું મૂળ વતન પટના-બિહાર છે. તેઓ IIT કાનપુરમાં સિવિલ એન્જીનિયરીંગ ફેકલ્ટીમાં બીટેક થયેલા છે. એ ઉપરાંત પબ્લિક પોલિસી અને મેનેજમેન્ટમાં તેમણે MBA કર્યું છે. બીજી તરફ અલ્હાબાદ-ઉત્તરપ્રદેશના વતની એવા રાજીવકુમાર ગુપ્તા પોલિટિકલ સાયન્સમાં MA થયેલા છે. ઇન્ટરનેશનલ લૉ માં તેમણે Phd કર્યું છે. યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી, ટોક્યોમાં તેમણે ઇન્ટરનેશનલ ટ્રેડ અને એનવાયર્નમેન્ટલ ગવર્નન્સમાં સર્ટિફિકેટ કોર્સ કર્યો છે.