મુખ્યમંત્રી બન્યા બાદ ભપેન્દ્ર પટેલની દિલ્હીની આ પ્રથમ મુલાકાત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની લીધી મુલાકાત
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાત લીધી
નવ નિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસના દિલ્લી પ્રવાસે છે
ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત કરશે
WatchGujarat. ગુજરાતના મુખ્યપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર ભૂપેન્દ્ર પટેલ દિલ્લી પહોંચ્યા છે. નવ નિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસના દિલ્લી પ્રવાસે છે. જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે રાષ્ટ્રપિ રામનાથ કોવિંદજી અને ઉપ રાષ્ટ્રપતિ એમ.વૈકેયા નાયડુની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જે બાદ તેઓ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. ગુજરાતના સીએમ બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલની દિલ્હીની આ પ્રથમ મુલાકાત છે. ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત કરશે.
મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ ચર્ચામાં છે. CM પદની શપથ બાદ તેઓએ રાજ્યના મંદિરોમાં દર્શન કર્યા. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીના જન્મદિને કાર્યક્રમોમાં ભાગ પણ તેઓએ લીધો હતો. એક દિવસના દિલ્હી પ્રવાસ માટે પહોંચેલા મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ આજે સાંજે 4 કલાકે પ્રધાનમંત્રી મોદી સાથે શુભેચ્છા બેઠક યોજશે. જ્યારે રાત્રે 10 કલાકે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ પરત આવવા રવાના થશે. મહત્વપૂર્ણ છે કે મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર PM મોદીને રૂબરૂ મળશે. આ અગાઉ રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદીબેન પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. તાજેતરમાં તેમણે આનંદીબહેના આશીર્વાદ લીધા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ શનિવારે જ અમદાવાદ આવ્યા છે. સામાજિક કારણોસર ઉત્તરપ્રદેશના રાજ્યપાલ 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. આ પ્રસંગે ભુપેન્દ્ર પટેલે તેમની મુલાકાત લીધી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ રોજ એક નવી ચહલપહલ જોવા મળી રહી છે. તેમજ CM બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ સતત રાજકીય લોકો અને કાર્યકર્તાઓની મુલાકાત લઇ રહ્યા છે. આ તમામ વચ્ચે તેઓ દિલ્હીમાં પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓની મુલાકાત લેશે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા થાય તેવી શક્યતાઓ છે. 2022માં આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યમાં અનેક રાજકીય પક્ષો સક્રીય થયા છે. ત્યારે ગુજરાતમાં રાજનીતિ ક્ષેત્રે મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે.