153 તાલુકાઓમાં 3.5 થી અડધો ઇંચ વરસાદ
33 જિલ્લા અને 190 તાલુકામાં ગુલાબ વાવાઝોડાથી વરસાદે ઠેર ઠેર જળબંબાકાર કર્યો
સપ્ટેમ્બરમાં 29 દિવસમાં જ ગુજરાતમાં મોસમનો 52 % વરસાદ
રાજ્યમાં મૌસમનો કુલ વરસાદ 89.99 % એ સ્પર્શ્યો
વિક્કી જોશી. ગુજરાતમાં ભાદરવા અને ગુલાબ વાવાઝોડાએ વિનાશ વેર્યો હોય તેવા મંજર છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે. રાજ્યમાં 37 તાલુકામાં એક જ રાતમાં 8 થી 4 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી જ કરી દીધું છે. જ્યારે અન્ય 153 તાલુકામાં 3.5 થી અડધો ઇંચ વરસાદ ખાબકતા સ્થિતિ વણસી છે. નદી, નાળા છલકાઈ જવા સાથે લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘુસી જતા લાખો લોકોની હાડમારીનો પાર રહ્યો નથી.
રાજ્યમાં ઓગસ્ટ સુધી નિષ્ક્રિય અને અછત ગ્રસ્ત રહેલા ચોમાસાએ ભાદરવો શરૂ થતાં જ ગતિ પકડી હતી. ભાદરવો ભરપૂર બનવા સાથે પીવા, ખેતી અને ઉદ્યોગ માટેનું જળસંકટ દૂર થઈ ગયું હતું. સપ્ટેમ્બર મહિનાના 29 દિવસમાં જ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક મોસમનો 52 % વરસાદ વરસી ચુક્યો છે.
ચોમાસાના પેહલા 3 મહિના પાણી માટે તરસી પ્રજા અને ખેડૂતો હવે દેમાર મેઘમહેરથી સર્વત્ર પાણી પાણી જ થઈ જતા હાલાકી ભોગવી રહ્યું છે. ગુલાબ વાવાઝોડાની અસરને પગલે રાજ્યમાં વિતેલા 24 કલાક અને ખાસ કરી એક જ રાતમાં પવનોના સુસવાટા વચ્ચે સતત ઝીકાયેલા વરસાદે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સોંરાષ્ટ્રમાં જનજીવન ડામાડોળ કરી દીધું છે.
બુધવારે સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે. રાજ્યના 33 જિલ્લામાં મેઘમહેર વચ્ચે 37 તાલુકામાં 8 થી 4 ઇંચ જ્યારે 153 તાલુકામાં 3.5 થી 1 ઇંચ સુધી મેઘમહેર નોંધાઇ હતી. રાજ્યમાં ઠેર તબેર ભારે વરસાદના કારણે વૃક્ષો પડવા, રસ્તાઓનું ધોવાણ, માર્ગો સંપર્ક વિહોણા બનવા સાથે એસટી વ્યવહાર અને વીજ પુરવઠો ખોરવાઈ જવાના બનાવો પણ બન્યા છે.
તાલુકા અને વરસાદ મિમીમાં
ઉંમરપાડા - 218
પલસાણા - 192
ભરૂચ - 175
હાંસોટ - 163
ડાંગ - 163
વલસાડ - 160
ગરૂડેશ્વર - 158
કપરાડા - 152
ધોલેરા - 151
ડેડીયાપાડા - 146
તિલકવાડા - 146
અંકલેશ્વર - 138
ખભાત - 137
નિઝર - 136
રાજ્યમાં ભાદરવો ભરપૂર
120.38 મિમી જૂન
176.70 મિમી જુલાઈ
65.32 મિમી ઓગસ્ટ
393.51 મિમી સપ્ટેમ્બર
રિજીયન મુજબ મેઘ મહેર
સોંરાષ્ટ્ર 102.63 %
93.60 % કચ્છ
89.63 % દક્ષિણ ગુજરાત
81.17 % પૂર્વ-મધ્ય
70.93 % ઉત્તર ગુજરાત
- 153 તાલુકાઓમાં 3.5 થી અડધો ઇંચ વરસાદ
- 33 જિલ્લા અને 190 તાલુકામાં ગુલાબ વાવાઝોડાથી વરસાદે ઠેર ઠેર જળબંબાકાર કર્યો
- સપ્ટેમ્બરમાં 29 દિવસમાં જ ગુજરાતમાં મોસમનો 52 % વરસાદ
- રાજ્યમાં મૌસમનો કુલ વરસાદ 89.99 % એ સ્પર્શ્યો